‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે

આ દિવ્યાંગ જવાનોએ જે નેમ ઉપાડી છે, તે જાણીને તમારા ચહેરા પર પણ આશ્ચર્ય સરી પડશે

આશ્કા જાની/અમદાવાદ :દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) નો આજે જન્મદિવસ છે. સમગ્ર દેશમાં તેમના જન્મદિવસને લઈને અનેરો ઉત્સાહ છે. આજે દેશભરમાં અનેક સેવાકાર્યો કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તેમના જન્મ દિવસ (narendra modi birthday) ની સવારને અમદાવાદમાં ખાસ કરવામાં આવી રહી છે. સીઆરપીએફ (CRPF) ના જવાનોએ અનોખી પહેલ કરી છે. આ દિવ્યાંગ જવાનોએ જે નેમ ઉપાડી છે, તે જાણીને તમારા ચહેરા પર પણ આશ્ચર્ય સરી પડશે. 

1/3
image

અમદાવાદના crpf ના દિવ્યાંગ જવાનોએ આ પહેલ શરૂ કરી છે. જેમાં 4 જેટલા દિવ્યાંગ જવાનો સાઈકલિંગ કરીને આજે અમદાવાદથી દિલ્હી પહોંચશે. સાબરમતી આશ્રમથી તેઓની સફરને પીએમ મોદીના જન્મદિવસ પર લીલીઝંડી આપવામાં આવી હતી.

2/3
image

તેઓ આજથી આ સફરની શરૂઆત કરશે અને 2 ઓક્ટોબર ગાંધીજયંતીના દિવસે દિલ્હી રાજઘાટ પહોંચશે. 4 દિવ્યાંગ જવાનોનો જુસ્સો વધારવા માટે અન્ય 90 જવાનો પણ સાઈકલ રેલીમાં જોડાયા છે. જેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. તો ગાંધીનગરથી પણ કેટલાક જવાનો જોડાવાના છે. 

3/3
image

સમગ્ર રેલીમાં 980 કિલોમીટર અંતરનું સાઈકલિંગ કરાશે. આ રેલીનો ઉદ્દેશ દિવ્યાંગ પોતાને હિંમત ન છોડે અને તે પણ દેશ માટે કંઈ કરી શકે છે તે માટે છે.