વર્ષ 2021 માટે Baba Venga ની ભવિષ્યવાણી... કેમિકલ હુમલાનો ખતરો!, આ 2 શક્તિશાળી રાજનેતા પર 'જીવનું જોખમ'

 જ્યારે દુનિયા નવા વર્ષ 2021ના આગમનની તૈયારીઓમાં લાગી છે તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

નવી દિલ્હી: આપણે હવે વર્ષ 2020ના છેલ્લા અઠવાડિયામાં પહોંચી ગયા છીએ. આ વર્ષ આખી દુનિયા માટે ખુબ ખરાબ સાબિત થયું.  એક ટચૂકડા વાયરસે આખી દુનિયાને બંધક બનાવી દીધી. કોરોના વાયરસ મહામારી હોય કે પછી ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલતો તણાવ...વર્ષ 2020 ને લઈને દિવ્યાંગ બાબા વેંગાની ભવિષ્યવાણી એકદમ સટિક સાબિત થઈ છે. 12 વર્ષની ઉંમરમાં પોતાની આંખો ગુમાવી દેનારા બાબા વેંગાએ પોતાના મોતના લગભગ આઠ દાયકા પહેલા જ આવી તબાહીના સંકેત આપી દીધા હતા. એવામાં જ્યારે દુનિયા નવા વર્ષ 2021ના આગમનની તૈયારીઓમાં લાગી છે તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

નવા વર્ષ 2021માં દુનિયાને કેન્સરથી મુક્તિ મળશે

1/6
image

બલ્ગેરિયાના રહીશ રહસ્યવાદી વેંગા બાબાએ વર્ષ 1996માં દાવો કર્યો હતો કે વર્ષ 2021 જ એ વર્ષ હશે જ્યારે દુનિયાને કેન્સરની સચોટ સારવાર મળી જશે. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જીવનું જોખમ?

2/6
image

પોતાની સટિક ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં બાલ્કનના નોસ્ત્રાડેમસના નામથી જાણીતા બાબા વેંગાએ 2021માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી. 

ડોનાલ્ડ ટ્રમ્પને રહસ્યમય બીમારી!

3/6
image

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવનારું વર્ષ મુશ્કેલીભર્યું રહી શકે છે. વર્ષ 2021માં તેમણે વ્હાઈટ હાઉસ છોડવાનું છે. જ્યારે બાબા વેંગાએ 45માં પોટસ(POTUS)ને કોઈ 'રહસ્યમય બીમારી'થી પીડિત થવાનો ઉલ્લેખ કર્યો હતો. 

યુરોપની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે

4/6
image

વર્ષ 2021માં યુરોપની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થવાની ભવિષ્યવાણી પણ કરાઈ હતી (ફોટો સાભાર યુટ્યુબ)

યુરોપના લોકો પર કેમિકલ હુમલાનું જોખમ!

5/6
image

બાબાની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા લોકોના જણાવ્યાં મુજબ યુરોપના લોકો પર કેમિકલ હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે. (ફોટો સાભાર-રોયટર્સ)

લોકોની ચેતનામાં ફેરફાર આવશે

6/6
image

બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી મુજબ લોકોની ચેતનામાં બદલાવ આવશે. આ સાથે તેમને મુશ્કેલ સમય આવવાનો અને લોકોના ધાર્મિક માન્યતાના આધારે વહેંચાઈ જવાનો સંકેત આપ્યો હતો.