Biparjoy Cyclone: બિપરજોયે વેરી જમીની તારાજી, જુઓ દ્વારકા અને ભૂજની તબાહીની તસવીરો

Biparjoy Cyclone: ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે ભયંકર જમીની તારાજી સર્જી છે. બિપરજોયના કારણે સૌથી વધુ નુકસાન દ્વારકા અને કચ્છમાં જોવા મળ્યું છે.  વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો. તીવ્ર ગતિથી ફુંકાતા પવન સાથે વરસાદ પણ શરુ થયો હતો જેના કારણે દ્વારકા અને કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. પવન 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે વૃક્ષ સહિત અનેક વસ્તુઓ કાગળની જેમ હવામાં ઉડી ગઈ હતી. ત્યારે દ્વારકા અને ભૂજની તબાહીની તસવીરો સામે આવી છે જેને જોઈ તમે પણ ધ્રુજી જશો.

1/5
image

બિપરજોય વાવાજોડાના કારણે ઠેર ઠેર નુકસાની જોવા મળી હતી. દ્વારકામાં થયેલી તબાહીના દ્શ્યો ઝી 24 કલાકના કેમેરામાં કેદ થયા હતા. સત્તાવાર જાણકારી અનુસાર સમગ્ર જિલ્લામાં 1500થી વધુ વિજપોલ ધરાશાઈ થયા છે. મોટાભાગના વિજપોલ વચ્ચેના તાર તૂટ્યા છે. આ સિવાય 400 થી વધુ ટીસીને પણ નુકસાની પહોંચી છે.

2/5
image

સમુદ્ર કિનારે આવેલ ગામડાઓમાં પણ કાચા ઘરને ભારે નુકસાની થઈ છે. સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. કારણ કે વિજ પુરવઠો ગઈકાલ રાતથી ખોરવાયો છે. 

3/5
image

જિલ્લામાં PGVCLની 117 ટીમો સજ્જ  છે. વાવાઝોડાની સામાન્ય સ્થિતિ બનતા જ સમગ્ર વિસ્તારોમાં ફરી વીજળી પહોંચાડવા ટીમો કામે લાગશે. 

4/5
image

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડની અસરના કારણે ખંભાળીયામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. શહેરમાં ભારે પવનના કારણે ખાનગી બેન્કનું બોર્ડ પણ નીચે પટકાયું હતું.

5/5
image

આ સિવાય સ્ટેશન રોડ પર ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાઈ થયું હતું. ભારે પવન અને વરસાદ ના કારણે સમગ્ર ખંભાળિયા શહેર માં વીજ પુરવઠો ખોરવાયો છે. વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાતા ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં અંધરપાટ છવાયો છે.