ગુજરાત પર એક સાથે ચાર-ચાર ખતરનાક સિસ્ટમ સક્રિય! ક્યારેય નહીં જોઈ હોય એવી દશા થશે

Big Prediction About Gujarat Rainfall: ગુજરાતમાં વરસાદ અંગે કરી દેવામાં આવી છે મહાભયાનક આગાહી. આ આગાહી સાચી પડી ગઈ તો કંઈક એવું જશે જે આજ સુધી ગુજરાતમાં ક્યારેય ન થયું હોય...

1/11
image

Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે અત્યાર સુધીની સૌથી ઘાતક આગાહી. ગુજરાત પર તોળાઈ રહ્યું છે મહાભયાનક સંકટ. જાણે ગણતરીના કલાકોમાં ખબકી જશે વરસાદી સિઝન...અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ જશે...

2/11
image

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાત પર એક-બે નહીં પણ એક સાથે સક્રિય થઈ ગઈ છે ચાર-ચાર ખતરનાક વરસાદી સિસ્ટમ. જો આ સિસ્ટમો એક સાથે તૂટી પડશે તો શું દશા થશે તેનો અંદાજો લગાવવો પણ છે મુશ્કેલ. હાલ એક સિસ્ટમમાં શું દશા થઈ છે એ જોઈને ચાર-ચાર સિસ્ટમોમાં શું હાલ થઈ શકે છે તેનું અનુમાન લગાવી રહ્યાં છે એક્સપર્ટ....

3/11
image

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળપ્રલય જેવી સ્થિતિ ઉદભવી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

4/11
image

ભારેથી અતિભારે વરસાદને પગલે હાલ અનેક નદીઓ ગાંડીતૂર બની છે. જેને કારણે અનેક વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એક તરફ નદીઓમાં પૂર અને બીજી તરફ મુશળધાર વરસાદ...જાયે તો કહાં જાયે...જેવી સ્થિતિ બની ગઈ છે. આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. 

કયા અપાયું કયું અલર્ટ?

5/11
image

આજે અતિભારે વરસાદને પગલે ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 સપ્ટેમ્બર:

6/11
image

હવામાન વિભાગે વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

5 સપ્ટેમ્બર:

7/11
image

હવામાન વિભાગે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

6 સપ્ટેમ્બર:

8/11
image

હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

7 સપ્ટેમ્બર:

9/11
image

હવામાન વિભાગે વલસાડ, નવસારી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

8 સપ્ટેમ્બર:

10/11
image

હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

9 સપ્ટેમ્બર:

11/11
image

હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.