નવેમ્બર-ડિસેમ્બરમાં ટકરાશે બિગ-બજેટની 5 ફિલ્મો, દાવ પર લાગશે 900 કરોડ

બોલિવુડ માટે આગામી બે મહિના ચેલેન્જિંગ રહેશે. મોટા બજેટની ફિલ્મો હંમેશા પ્લાનિંગ કરીને જ ચોક્કસ સમયે રિલીઝ થતી હોય છે. તેમાં જ દિવાળી અને વેકેશનના સમયે ખાસ મોટા બજેટની ફિલ્મો રિલીઝ થતી હોય છે. બે મોટી ફિલ્મો અથડાય નહિ તે માટે પણ રિલીઝ ડેટનું ખાસ ધ્યાન રખાય છે. પરંતુ આ વખતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં એકસાથે 5 મોટા બજેટની ફિલ્મો અથડાશે. ગત 10 વર્ષમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે મોટા બજેટની 5 ફિલ્મો બે મહિનાના અંતરમાં જ રિલીઝ થવાની છે. જેમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, ઝીરો, સિંબા, ટોટલ ધમાલ અને 2.0 જેવી ફિલ્મો છે. જેમાં ટોટલ મળીને 900 જેટલા રૂપિયા દાવ પર લાગ્યા છે. આ પાંચેય ફિલ્મ દમદાર કમાણી કરી આપે તેવી શક્યતા છે. પરંતુ જો બે મહિનાના ગાળામાં જ 5 ફિલ્મો રિલીઝ થશે તો બધી ફિલ્મોની કમાણી પર અસર થશે તેવી શક્યતા છે. તો જુઓ કઈ કઈ ફિલ્મોનું ભવિષ્ય બે મહિનામાં દાવ પર લાગવાનું છે. 

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન

1/5
image

300 કરોડના બજેટની આ ફિલ્મ 8 નવેમ્બર, 2018ના રોજ રિલીઝ થશે. જેમાં અમિતાભ બચ્ચન, આમીર ખાન અને કૈટરીના કૈફ જેવા સ્ટાર્સ છે.

2.0

2/5
image

400 જેટલા અધધ કરોડના બજેટની આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્સન છે. જે 29 નવેમ્બર, 2018ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું બજેટ સૌથી વધુ છે.

ઝીરો

3/5
image

શાહરૂખ ખાન આ ફિલ્મમાં ઠીંગણા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. અનુષ્કા શર્મા અને કૈટરીના કૈફ તેમાં હિરોઈનનો રોલ ભજવશે. ફિલ્મનું બજેટ 130 કરોડ છે.

ટોટલ ધમાલ

4/5
image

અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દિક્ષીત સ્ટારર આ ફિલ્મનું બજેટ 70 કરોડ છે. જે 7 ડિસેમ્બર, 2018એ રિલીઝ થશે.

સિમ્બા

5/5
image

100 કરોડના બજેટની આ ફિલ્મ 28 ડિસેમ્બર, 2018એ રિલીઝ થશે. જેમાં રણવીર સિંહ, સારા અલી ખાન અને સોનુ સૂદ છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલીની રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ છે.