નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના ભારત બંધની ક્યાં કેટલી છે અસર...જુઓ PHOTOS
ડૂતોએ આમ તો 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં ચક્કાજામ કરવાની વાત કરી છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં આજે બોલાવવામાં આવેલા બંધના એલાનની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતોએ આમ તો 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં ચક્કાજામ કરવાની વાત કરી છે. પરંતુ અત્યારથી ચક્કાજામની શરૂઆત થઈ ગઈ છે. વિભિન્ન રાજ્યોમાં આંદોલનકારી ખેડૂતો અને તેમને સમર્થન આપી રહેલા રાજકીય પક્ષો રસ્તાઓ પર ઉતરીને દુકાન અને માર્કેટ બંધ કરાવવામાં લાગ્યા છે.
ચિલ્લા એન્ટ્રી પોઈન્ટ પર ધરણા પર બેઠા ખેડૂતો
દિલ્હી નોઈડાને જોડનારા ચિલ્લા એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતો ધરણા પર બેઠા છે. ધરણા પર બેઠેલા મોટાભાગના ખેડૂતો આસપાસના ગામડામાં રહેનારા છે. જેમાંથી અનેક ખેડૂતો રાતે પોતાના ઘરે જતા રહે છે. જ્યારે કેટલાક તો રાતે પણ સૂતા નથી. સવારે ખેડૂતો ભારત બંધની ખબરો અખબારમાં વાંચતા જોવા મળ્યા.
રોજની જેમ સૂનો પડ્યો નોઈડા-દિલ્હી લિંક રોડ
ખેડૂત આંદોલનની જેમ ચિલ્લા એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસની બેરિકેડિંગ ચાલુ છે. જેના કારણે અનેક દિવસોથી બંધ રહેલો આ રોડ આજે પણ સૂમસામ છે. આ રોડ બંધ થતા જ લોકોને નોઈડના સેક્ટર 62થી થઈને દિલ્હી જવું પડી રહ્યું છે.
ગુજરાતના અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યકરોનું પ્રદર્શન
ગુજરાતના અરવલ્લીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ ભીલોડામાં વિરોધ પ્રદર્શન કરીને શામળાજી-ભીલોડા-ઈડર રોડ પર ચક્કાજામ કર્યું. આ દરમિયાન રસ્તાઓ પર ટાયર ભેગા કરીને આગ પણ લગાવી.
ભીલોડામાં બસોમાંથી હવા કાઢી નખાઈ
કોંગ્રેસના કાર્યકરોએ ભીલોડા વિસ્તારમાં ગુજરાત રોડવેઝની બસો રોકી અને તેમની હવા કાઢવાની શરૂ કરી. બસોના પૈડામાંથી હવા કાઢવાના કારણે રસ્તાઓ પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે.
અમદાવાદમાં બંધની અસર નથી
ગુજરાતના અમદાવાદમાં ભારત બંધની ખાસ અસર નથી. શહેરોમાં ગાડીઓની અવરજવર સામાન્ય છે. માર્કેટ અને દુકાનો પણ સામાન્ય રીતે ખુલ્લા છે.
પટણામાં રસ્તાઓ પર ઉતર્યા RJD કાર્યકરો
પટણામાં RJDના કાર્યકરો રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. કાર્યકરોએ મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી કરી.
Trending Photos