Photo : દેશના દરેક ખૂણે કામ કરતા આદિવાસીઓ હોળી ઉજવવા વતન છોટાઉદેપુર પહોંચ્યા
જમીલ પઠાણ/છોટાઉદેપુર :આદિવાસીઓના સૌથી મોટા પર્વ એવા હોળી નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે છોટાઉદેપુરના ભંગુરિયાનાં મેળામાં આદિવાસીઓ પારંપરિક રીતે ઢોલ નગારા પાવાના તાલે ભંગુરિયાના મેળાની મોજ માણી રહ્યાં છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલાના આદિવાસીઓ માટે હોળી એ સૌથી મોટો અને મહત્વનો પર્વ મનાય છે.
પૂર્વપટ્ટીના આદિવાસીઓ માટે હોળીકા દહનના એક સપ્તાહ પહેલા જ તહેવારની શરૂઆત થઈ જાય છે અને 15 દિવસ સુધી વિવિધ જગ્યાએ આદિવાસી સંસ્કૃતિ મુજબ મેળાઓ થકી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હોળી પૂર્વે વિસ્તારના જુદા જુદા ગામોમાં ભરાતા અઠવાડિક હાટ બજારમાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે.
છોટાઉદેપુરમાં ઉજવાયેલા ભંગુરિયાના મેળામાં હજારોની જન મેદની ઉમટી પડી હતી. આદિવાસી રાઠવા સમાજના લોકોએ પારંપરિક વેશભૂષા ધારણ કરી ઢોલ, નગારા, વાંસળીના તાલે આદિવાસી નૃત્ય ટીમલીની રમઝટ જમાવી હતી. સાથે સાથે બજારમાં ખરીદી પણ કરી હતી.
વર્ષ દરમિયાન દુનિયાના કોઈપણ ખૂણે કામ અર્થે જતા આદિવાસીઓ હોળી પર્વ ઉજવવા પોતાના માદરે વતન ફરે છે અને હોળીની ઉજવણી કરે છે.
Trending Photos