આ 5 શાકભાજી ખાઓ, એટલું વિટામીન C મળશે કે શિયાળામાં કોઈ ફળની જરૂર નહીં પડે
Vegetables: વિટામિન સી વાળા શાક ખાવાનો સૌથી મોટો ફાયદો તે છે કે લોહી પ્રવાહ સુધારવામાં મદદ મળે છે. વિટામિન સી એન્ટીઓક્સીડેન્ટ્સનો મોટો સોર્સ છે. આવો કેટલાક શાકભાજી વિશે જાણીએ.
Immunity Power: વિટામિન સી એક એવુ વિટામિન છે જે શરીર માટે ખુબ ઉપયોગી છે. તે વિટાડમિન શરીર માટે જરૂરી છે અને અનેક પ્રકારના રોગોથી બચાવે છે. આવનારા શિયાળામાં જો તમે કોઈ ફળના સહારા વગર વિટામિન સી મેળવવા ઈચ્છો છો તો આ શાકભાજીનું સેવન કરી શકો છો.
કેપ્સિકમઃ તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી હાડકાં અને દાંતને સ્વસ્થ બનાવી રાખવામાં મદદગાર છે.
ફ્લાવરઃ ફ્લાવર પણ વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન સી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં સહાયક છે.
લીલા ધાણાઃ લીલા ધાણા વિટામિન સીનો જબરદસ્ત સ્ત્રોત છે. વિટામિન સી ઘણા પ્રકારના ઈન્ફેક્શનો સામે લડવામાં મદદ કરે છે.
બ્રોકલીઃ વિટામિન સીનો ઉપયોગ ત્વચાને રોકવાની મદદમાં કરી શકાય છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બ્રોકલી વિટામિન સીની સાથે વિટામિન કે, વિટામિન એ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે.
લીંબુઃ એક લીંબુ દરરોજની જરૂરીયાતનું 51 ટકા વિટામિન આપે છે.
Trending Photos