Creta, Nexon બધા પાછળ, આ 8.29 લાખની SUV એ જીત્યું બધાનું દિલ! જોરદાર વેચાણ
Best Selling SUV- Maruti Brezza: પાછલા ઓગસ્ટ મહિના દરમિયાન વેચાણના મામલામાં Hyundai Creta અને Tata Nexonજેવી પોપ્યુલર એસયૂવી પણ Maruti Brezza થી પાછળ રહી છે. ઓગસ્ટમાં બ્રેઝા સૌથી વધુ વેચાનારી એસયૂવી હતી. તેના કુલ 14572 યુનિટ્સનું વેચાણ થયું છે.
Maruti Brezza
મારુતિ બ્રેઝા 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન કલર વિકલ્પો સાથે વેચાય છે. આ 5-સીટર SUVમાં 328 લિટરની બૂટ સ્પેસ છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર, સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર, હેડ-અપ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, પેડલ શિફ્ટર્સ (ઓટોમેટિક સાથે) અને એમ્બિયન્ટ લાઇટિંગ ઉપલબ્ધ છે.
Maruti Brezza
નવી મારુતિ બ્રેઝા (2022માં આવનારી ફેસલિફ્ટ)નો ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. જો કે, એવું કહી શકાય કે સલામતીને ધ્યાનમાં રાખીને, ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે, જેમ કે 6 એરબેગ્સ, EBD સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને પાછળના પાર્કિંગ સેન્સર વગેરે.
Maruti Brezza
બ્રેઝામાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન છે. તે 5-MT અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે 101 PS પાવર અને 136 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેનું CNG વર્ઝન પણ ઉપલબ્ધ છે પરંતુ CNG પર પાવર આઉટપુટ રેગ્યુલર મોડલ કરતાં ઓછું છે. CNGમાં માત્ર 5-MT આવે છે.
Maruti Brezza
મારુતિ બ્રેઝા સારી માઈલેજ આપે છે. તે પેટ્રોલ પર 20.15 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. આટલું જ નહીં, તમે CNG પર 25.51 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઈલેજ મેળવી શકો છો, જે ઘણું સારું છે.
Maruti Brezza
બ્રેઝાની કિંમત રૂ. 8.29 લાખથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટ માટે રૂ. 14.14 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તે 4 ટ્રીમ લેવલ્સમાં આવે છે - LXI, VXI, ZXI અને ZXI+. તેમાંથી, CNG કિટનો વિકલ્પ ZXI+ સિવાય તમામ ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે.
Trending Photos