Investment Tips: માત્ર 1 વર્ષના રોકાણ પર જોઈએ વધુ રિટર્ન તો આ છે બેસ્ટ ઓપ્શન

Investment Tips: શું તમે પણ રોકાણ કરવા માટે કોઈ ઓપ્શન જોઈ રહ્યાં છો. આજકાલ માર્કેટમાં રોકાણ માટે ઘણા વિકલ્પ હાજર છે, જેમાં પૈસા લગાવી શકો છો. તેવામાં લોકોને ઘણીવાર કન્ફ્યૂઝન થાય  કે કયાં રોકાણ કરવું. આજે અમે તમને રોકાણના ઘણા વિકલ્પ વિશે જણાવીશું, જેમાં પૈસા લગાવ્યા બાદ તમને મેચ્યોરિટી પર સારો ફાયદો મળશે. તેમાં માત્ર 1 વર્ષ રોકાણ કરી તમે સારૂ ફંડ બનાવી શકશો. 

बैंक आरडी

1/5
image

આરડીની વાત કરવામાં આવે તો આ એક બચત જેમ હોય છે, જેમાં દર મહિને તમે થોડા-થોડા પૈસા જમા કરો છો. તેમાં મેચ્યોરિટી પર તમને કુલ રકમ વ્યાજ સાથે મળી જાય છે. આરડીને તમે 1 વર્ષ કે 2 વર્ષ માટે કરાવી શકો છો. તેમાં તમને બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી વ્યાજ મળે છે. આ સિવાય તમે પોસ્ટ ઓફિસમાં પણ આરડી કરાવી શકો છો.   

લિક્વિડ ફંડ

2/5
image

લિક્વિડ ફંડ્સ શોર્ટ ટર્મ રોકાણનો ઓપ્શન છે. આ ડેટ સિક્યોરિટીમાં હોય છે. લિક્વિડ ફંડનું રોકાણ લોક ઇન પીરિયડ વગર હોય છે. આ સિવાય તેમાં કોઈ એક્ઝિટ લોડ પણ રહેતો નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા કાઢી શકો છો. 

 

બેન્ક એફડી

3/5
image

આ સિવાય તમે બેન્ક એફડીમાં પણ પૈસા લગાવી શકો છો. તે રોકાણ માટે સારો વિકલ્પ છે. આજકાલ ઘણા લોકોનો આ પસંદગીનો ઓપ્શન છે. તમે તે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી કરાવી શકો છો. તેમાં વ્યાજદર સમય પ્રમાણે અલગ-અલગ હોય છે. 

ડેડ ફંડ શું છે?

4/5
image

જો ફિક્સ્ડ ડિપોઝિટથી થોડુ વધુ રિટર્ન ઈચ્છો છો તો પછી ડેટ ફંડમાં રોકાણ કરી શકો છો. ડેટ ફંડમાં રોકાણમાં ઓછુ જોખમ હોય છે અને તે બજારના ઉતાર-ચઢાવમાં પણ સંભાળીને રહે છે. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે એફડીથી વધુ રિટર્ન ડેટ મ્યૂચુફલ ફંડમાં રોકાણે આપ્યું છે. ડેડ મ્યૂચુઅલ ફંડ ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીમાં પૈસા લગાવે છે. તેમાં બોન્ડ, સરકારી સિક્યોરિટી, ટ્રેજરી બિલ અને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર વગેરે સામેલ છે. 

Corporate FD

5/5
image

આ સિવાય કોર્પોરેટ એફડીની વાત કરવામાં આવે તો તેમાં કંપનીઓ પોતાના કારોબાર માર્કેટમાંથી પૈસા ભેગા કરે છે અને તે માટે કંપની એફડી જારી કરે છે. તે સામાન્ય એફડીની જેમ કામ કરે છે. તમે ઓનલાઇન પણ લઈ શકો છો. કોર્પોરેટ એફડીમાં સામાન્ય એફડીની તુલનામાં વ્યાજદર વધુ હોય છે. સામાન્ય રીતે કોર્પોરેટ એફડીનો મેચ્યોરિટી પીરિયડ 1થી 5 વર્ષ સુધી હોય છે. તમે તમારી સુવિધાનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો.