Bank Holidays in September 2023: સપ્ટેમ્બરમાં તહેવારોને કારણે લાંબી રજાઓ, 16 દિવસ બંધ રહેશે બેન્ક

Bank Holidays in September: જો તમારે પણ આગામી મહિને બેન્ક સાથે જોડાયેલા કોઈ કામ છે તો આ સમાચાર તમારા માટે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી સપ્ટેમ્બર મહિના માટે રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. તમે આ રજાઓનું લિસ્ટ જોઈ તમારા બેન્ક કામ માટેનો પ્લાન બનાવી શકો છો. 

1/6
image

રિઝર્વ બેન્કના હોલિડે લિસ્ટ અનુસાર દેશના અલગ-અલગ રાજ્યોમાં બેન્ક મહિનાના બીજા અને ચોથા શનિવાર તથા રવિવાર સહિત 16 દિવસ બંધ રહેશે. આરબીઆઈના દિશાનિર્દેશ અનુસાર તમામ પબ્લિક સેક્ટરની બેન્ક, ખાનગી સેક્ટરની બેન્ક, વિદેશી બેન્ક અને સરકારી બેન્કમાં સ્થાનીક તહેવારોની સાથે નેશનલ હોલિડે અને રીઝનલ હોલિડે પર રજા રહેશે. 

2/6
image

રીઝનલ હોલિડે રાજ્ય સરકારો તરફથી નક્કી કરવામાં આવે છે. દેશભરમાં બેન્ક 6 અને 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી અને 28 સપ્ટેમ્બર ઈદ-એ-મિલાદ જેવા રાષ્ટ્રીય હોલિડીને કારણે બંધ રહેશે. 

3/6
image

ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે અંતિમ સમયમાં કોઈપણ પ્રકારની પરેશાનીથી બચવા માટે બેન્ક સાથે જોડાયેલા કામોનો પ્લાન કરી લો. તે અનુસાર યોજના બનાવો. બેન્કની રજાઓમાં ઈન્ટરનેટ બેન્કિંગ અને એટીએમ સર્વિસ ચાલુ રહે છે. 

4/6
image

સપ્ટેમ્બર મહિનામાં રજાઓનું લિસ્ટ

3 સપ્ટેમ્બર, 2023: રવિવાર 6 સપ્ટેમ્બર 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 7 સપ્ટેમ્બર, 2023: જન્માષ્ટમી (શ્રવણ સંવત-8) અને શ્રી કૃષ્ણ અષ્ટમી સપ્ટેમ્બર 9, 2023: બીજો શનિવાર 10 સપ્ટેમ્બર 2023: બીજો રવિવાર સપ્ટેમ્બર 17, 2023: રવિવાર

5/6
image

સપ્ટેમ્બર મહિનાની બાકીની રજાઓ અહીં જુઓ. 18 સપ્ટેમ્બર 2023: વર્સિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023: ગણેશ ચતુર્થી 20 સપ્ટેમ્બર, 2023: ગણેશ ચતુર્થી (બીજો દિવસ) અને નુઆખાઈ (ઓડિશા). 22 સપ્ટેમ્બર, 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ. 23 સપ્ટેમ્બર, 2023: ચોથો શનિવાર અને મહારાજા હરિ સિંહનો જન્મદિવસ. 24 સપ્ટેમ્બર 2023: રવિવાર 25 સપ્ટેમ્બર 2023: શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ. સપ્ટેમ્બર 27, 2023: મિલાદ-એ-શરીફ (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ). સપ્ટેમ્બર 28, 2023: ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબી (પયગમ્બર મુહમ્મદનો જન્મદિવસ)  29 સપ્ટેમ્બર, 2023: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ અને શ્રીનગર) પછી ઈન્દ્રજાત્રા અને શુક્રવાર

6/6
image

રિઝર્વ બેન્કની ગાઇડલાઇન અનુસાર તમામ જાહેર રજા સિવાય બેન્કોમાં દર રવિવારે રજા રહે છે. આ સિવાય બીજા અને ચોથા શનિવારે પણ બેન્ક બંધ રહે છે.