ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં બદ્રીનાથ હાઈવે બ્લોક, 10,000થી વધુ તીર્થયાત્રી ફસાયા, જુઓ તસવીરો

Badrinath Highway Blocked : ઉત્તરાખંડમાં ગુરુવાર રાત્રે અતિભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો છે. જાણવા મળતી એ માહિતી અનુસાર ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે નું 100 મીટર નો રસ્તો તૂટી ગયો છે. ભૂસ્ખલનના પહાડી ઉપરથી તૂટેલા પથ્થરો અલખનંદાન નદી સુધી પહોંચી ગયા હતા.
 

બદ્રીનાથ હાઈવે બ્લોક

1/3
image

બદ્રીનાથ હાઇવેની બંને તરફ અંદાજો 10,000 થી વધુ તીર્થયાત્રી ફસાઈ ગયા છે. 100 મીટરનો હાઇવે બ્લોક થઈ જતા હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા છે. 10 કિલોમીટર સુધી નહીં વાહનોની લાઈનો બદ્રીનાથ હાઇવે પર બંને તરફ જોવા મળી રહી છે.

ભૂસ્ખલન

2/3
image

મહત્વનું છે કે ગુરૂવાર સવારથી જ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. ગુરુવારે 9 50 મિનિટ પર અચાનક જ છીનકામાં પર્વત ઉપર વિસ્ફોટ નો અવાજ આવ્યો અને ઉપરથી પથ્થરો નીચે પડવા લાગ્યા. જેના કારણે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા વાહનોની અવરજવરને અટકાવી દેવામાં આવી. થોડી જ વારમાં 100 મીટરના રસ્તા ઉપર ભૂસ્ખલન થઈ જતા બદ્રીનાથ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાઈ ગયો. આ ટ્રાફિક જામની તસ્વીરો સામે આવી છે. 

હાઈવે પર ટ્રાફિક જામ

3/3
image

ભૂસ્ખલનના કારણે બ્લોક થયેલા હાઇવે ને ક્લિયર કરવા માટે સવારથી જ જેસીબી મશીન કામે લાગી ગયા છે. 100 મીટર નો રસ્તો ભૂસ્ખલનના કારણે ડેમેજ થયો છે જેમાંથી પથ્થરો હટાવવાનું કામ ત્રણ જેસીબી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાઇવે ક્લિયર છે આની સાથે જ વાહનની અવરજવર સાવધાની પૂર્વક શરૂ કરાવવામાં આવશે.