Baba ka Dhaba ને બાળી મૂકવાની અને બાબાને મારી નાખવાની ધમકી, જાણો ઢાબાની કેવી છે હવે સ્થિતિ

બાબા કા ઢાબા વૃદ્ધ  કાંતા પ્રસાદ તેમની પત્ની સાથે મળીને ચલાવે છે. જાણો હવે શું સ્થિતિ છે આ ઢાબાની...

નવી દિલ્હી: બાબા કા ઢાબા ચલાવનારા કાંતા પ્રસાદને મારી નાખવાની ધમકી મળી છે. કાંતા પ્રસાદે તેની ફરિયાદ દિલ્હીના માલવીય નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઢાબા માલિક કાંતા પ્રસાદે ફરિયાદમાં કહ્યું છે કે કોઈએ તેમને ફોન પર દુકાન બાળી મૂકવાની અને મારી નાખવાની ધમકી આપી છે. બાબા કા ઢાબા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ અચાનક ફેમસ થઈ ગયો હતો. બાબા કા ઢાબા વૃદ્ધ  કાંતા પ્રસાદ તેમની પત્ની સાથે મળીને ચલાવે છે. જાણો હવે શું સ્થિતિ છે આ ઢાબાની...

બાબા કા ઢાબાના માલિકને મળી ધમકી

1/6
image

દેશની રાજધાની દિલ્હીના માલવિય નગર સ્થિત બાબા કા ઢાબાના વડીલ માલિક કાંતા પ્રસાદને ફોન પર એક અજાણ્યા વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી છે.કાંતા પ્રસાદને તે વ્યક્તિએ કહ્યું કે તે તેની દુકાન બાળી મૂકશે અને મારી પણ નાખશે. ત્યારબાદ કાંતા પ્રસાદે એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ દિલ્હીના માલવિય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 

ગૌરવ વાસન પર લાગ્યો બાબા કાઢાબા સાથે ફ્રોડ કરવાનો આરોપ

2/6
image

યુટ્યૂબર  ગૌરવ વાસને બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદનો વીડિયો બનાવીને યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો અને લોકો બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદની મદદ માટે આગળ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ગૌરવ પર જ કાંતા પ્રસાદની મદદ માટે આવેલા પૈસા હડપી લેવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ કાંતા પ્રસાદે ગૌરવ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. 

રાતો રાત ફેમસ થયો હતો બાબા કા ઢાબા

3/6
image

અત્રે જણાવવાનું કે બાબા કા ઢાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો મદદ માટે આગળ આવ્યા હતા. એકવાર તો એવો સમય આવ્યો કે જ્યારે બાબા કા ઢાબાના મટર પનીર, ચાવલ અને રોટી આખી દિલ્હીના ઢાબા પર ભારે પડી ગયા. કેટલાક ખાનારા, કેટલાક ફોટો ખેંચાવનારા અને કેટલાક દયા અને દાનના નામ પર પોતાની છબી ચમકાવનારા, બધુ મળીને અનેક લોકોએ માલવિય નગરના ફૂટપાટ પર બનેલી આ નાનકડી દુકાન પર ભીડ લગાવી દીધી હતી. 

બાબા કા ઢાબાને મળ્યો હતો મેનેજર

4/6
image

નોંધનીય છે કે બાબા કા ઢાબા ફેમસ થયા બાદ બોલીવુડની કેટલીક હસ્તીઓના પબ્લિક રિલેશન્સ જોનારા એક યુવાએ પોતાને કાંતા પ્રસાદના મેનેજર બનાવી લીધો હતો. બાબા કા ઢાબાને ડિજિટલ દુનિયામાં જાળવી રાખવા માટે મદદની જરૂર હતી અને આ કામમાં તુશાત અદલખાએ તેમની મદદ કરી. બાબા કા ઢાબાના મેનેજર તુશાત અદલખાએ જણાવ્યું હતું કે આ કામ તેઓ મદદ કરવાના હેતુથી કરે છે. તેના બદલામાં કશું જોઈતું નથી.

થોડા દિવસ બાદ બાબા કા ઢાબા પરથી ભીડ ગાયબ

5/6
image

બાબા કા ઢાબાના હાલાત હવે પહેલા જેવા નથી. બાબા કા ઢાબાની ભીડ ગાયબ થઈ ગઈ છે. વીડિયો વાયરલ થયાના 20  દિવસ બાદ જ બાબા કા ઢાબા પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ. ગણ્યા ગાંઠ્યા લોકો જ અહીં હવે ખાવા માટે આવે છે. જો કે કેટલાક લોકો સેલ્ફી લઈને ગાયબ થઈ જાય છે. 

બાબા કા ઢાબા સાથે થયો દગો

6/6
image

હકીકતમાં બાબા કા ઢાબા ફેમસ થયા બાદ અનેક લોકોએ ઢાબા માલિક કાંતા પ્રસાદને મદદ માટે વચન આપ્યું. અનેક લોકોએ તો ટ્વીટ અને પોસ્ટના માધ્યમથી બાબા કા ઢાબાની મદદ કરવાની જાહેરાત પણ કરી. પરંતુ આ બધુ હવા હવાઈ સાબિત થયું. તેમને અસલમાં કોઈ વિશેષ મદદ મળી નહીં.