ભૂમિ પૂજનના દિવસે અયોધ્યાનો અદભૂત નજારો, જુઓ એક્સક્લૂસિવ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા આવતાં પહેલાં તમામ તૈયારીઓ પુરી થઇ ચૂકી છે. અયોધ્યા રામમય થઇ ગયું છે. અહી લોકોનો હર્ષોઉલ્લાસ ચરમ પર છે. પીએમ મોદી 12:40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

નવી દિલ્હી: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત માટે ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત થઇ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા આવતાં પહેલાં તમામ તૈયારીઓ પુરી થઇ ચૂકી છે. અયોધ્યા રામમય થઇ ગયું છે. અહી લોકોનો હર્ષોઉલ્લાસ ચરમ પર છે. પીએમ મોદી 12:40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

ભૂમિ પૂજન માટે તૈયારીઓ પૂર્ણ

1/10
image

નવી દિલ્હી: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત માટે ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત થઇ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા આવતાં પહેલાં તમામ તૈયારીઓ પુરી થઇ ચૂકી છે. અયોધ્યા રામમય થઇ ગયું છે. અહી લોકોનો હર્ષોઉલ્લાસ ચરમ પર છે. પીએમ મોદી 12:40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

સવારે 8 વાગે ભૂમિ પૂજન થયું શરૂ

2/10
image

સવારે 8 વાગે શ્રી રામ મંદિર જન્મભૂમિ પૂજન શરૂ થયું. આઠ આચાર્ય ભૂમિ પૂજનની પૂજા કરાવી રહ્યા છે. 

સુંદર અને વિશાળ મંચ બનાવવામાં આવ્યું

3/10
image

શ્રી રામ જન્મભૂમિ પૂજન માટે બનાવેલ મંચ ખૂબ જ સુંદર છે. તેને ફળોથી શણગારવામાં આવ્યું છે અને એક મોટી સ્ક્રીન મંચ પર પાછળની તરફ લાગેલી છે.

ભૂમિ પૂજન કાર્યક્રમ સ્થળના મંચ પર 5 લોકો હશે

4/10
image

ભૂમિ પૂજન કાર્યક્રમ સ્થળના મંચ પર 5 લોકો હશે. મંચ પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ, યૂપીના સીમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહેશે. 

સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવામાં આવશે

5/10
image

ભૂમિ પૂજન વખતે પીએમ મોદી, આચાર્ય અને અન્ય મહેમાનોને 3-3 મીટરના અંતરે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના લીધે સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવામાં આવશે. 

ભૂમિ પૂજન ચાલુ છે

6/10
image

આ અયોધ્યામાં થઇ રહેલા ભૂમિ પૂજનનો ફોટો છે. ગૌરી ગણેશની પૂજા સાથે પૂજન શરૂ થઇ ગયું છે. 

રામલલાની એક્સક્લૂસિવ ફોટો

7/10
image

Zee News પર સૌથી પહેલાં શ્રી રામલલાની એક્સક્લૂસિવ દર્શન કરો. આ આજે સવારની તસવીર છે. શ્રી રામલલાને આજે વિશેશ રૂપથી શણગારવામાં આવ્યું છે.

પીએમ મોદી રાખશે મંદિરની આધારશિલા

8/10
image

વડાપ્રધાન મોદી ભૂમિપૂજન બાદ તેને પાવડા અને કોદાળી વડે શ્રી રામ જન્મભૂમિ મંદિરની ઇંટ મુકશે. 

હનુમાનગઢી મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું

9/10
image

પીએમ મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢી મંદિર જશે. સવારે મંદિરોને સેનિટાઇઝ કરવામાં આવશે. 

રામલલાની એક્સક્લૂસિવ ફોટો

10/10
image

ભૂમિ પૂજન પહેલાં અયોધ્યામાં રામ કી પૈડી પર કંઇક આવો નજરો જોવા મળ્યો. સવારથી જ લોકો સરયૂ નદીમાં સ્નાન કરવા ભૂમિ પૂજન માટે તૈયાર થઇ રહ્યા છે.