10 વર્ષ બાદ મિત્ર ગ્રહ શુક્ર અને શનિદેવ બનાવશે શુભ યોગ, આ જાતકોને મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

August 2024 Grah Gochar Horoscope: ઓગસ્ટ મહિનામાં શુક્ર અને શનિનો સમસપ્તક યોગ બનશે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. 

સમસપ્તક યોગ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમયપર ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેની વ્યાપક અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં શુક્ર અને શનિનો સમસપ્તક યોગ બનશે. એટલે કે શુક્ર અને શનિ સાતમી દ્રષ્ટિથી એકબીજાને જોશે. આ સિવાય સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ પણ બનશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ...

વૃષભ રાશિ

2/5
image

તમારા લોકો માટે સમસપ્તમક યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમે બચત કરવામાં પણ સફળ રહેશો. આર્થિક મામલામાં તમને જબરદસ્ત લાભ થશે અને તમે આ મહિને કોઈ નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. આ દરમિયાન તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. પરીણિત જાતકોના જીવનમાં પ્રેમ અને ભાવનાઓ વધશે. આ સમયે તમારી આવકમાં પણ વધારો જોવા મળશે.

કર્ક રાશિ

3/5
image

સમસપ્તમક યોગનું બનવું કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી કામ કરવાની રીતમાં ફેરફાર થશે અને ઓફિસમાં તમે સહયોગીઓ સાથે સારો તાલમેલ બેસાડી શકશો. આ દરમિયાન પરીણિત લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. તમને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે.

તુલા રાશિ

4/5
image

તમારા લોકો માટે સમસપ્તમક યોગ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. તો તમે આ સમયે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે તમારી આવકના એક કરતા વધુ સ્ત્રોત બની શકે છે. તમારી બધી અધૂરી મનોકામનાઓ આ સમયમાં પૂરી થવાની છે. સાથે તમારી સામાજિક પદ પ્રતિષ્ઠા વધશે અને કરિયરમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. તો વેપારીઓને કારોબારમાં સારી કમાણી થશે. સાથે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.