Texas માં ભયાનક અકસ્માત, હાઈવે પર 130 ગાડીનો ખુડદો બોલાયો, 6 લોકોના મોત, જુઓ PICS

અમેરિકાના કેટલાક ભાગોમાં બર્ફીલા તોફાનને કારણે સમગ્ર રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી.

ડલ્લાસ: અમેરિકાના ટેક્સાસમાં ભીષણ રોડ અકસ્માત થયો જ્યાં બર્ફીલા રસ્તો વધુ લપસણો થઈ જતા લગભગ 130 જેટલી ગાડીઓ પરસ્પર ટકરાઈ અને આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ડઝન જેટલા લોકો ઘાયલ થયા. અમેરિકાના કેટલાક ભાગોમાં બર્ફીલા તોફાનને કારણે સમગ્ર રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી અને કહેવાતું હતું કે અકસ્માત આ કારણએ જ થયો હતો. 
 

એક બીજા પર ચડી ગઈ ગાડીઓ

1/7
image

અમેરિકાના ટેક્સાસના ફોર્ટ વર્થમાં ગુરુવારે ઘટેલી આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ગાડીઓ એક બીજા પર ચડી ગઈ. અનેક કારો ટ્રકો નીચે દબાઈ ગઈ.

2 કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત

2/7
image

અધિકારીઓએ જણાવ્યું કે ટેક્સાસના ફોર્ટ વર્થમાં ઘટેલી દુર્ઘટના બાદ લગભગ બે કિલોમીટરથી વધુનો વિસ્તાર પ્રભાવિત રહ્યો. 

કડકડતી ઠંડીમાં ફસાયેલા રહ્યા લોકો

3/7
image

ભીષણ દુર્ઘટના બાદ અનેક લોકો બર્ફીલા તોફાન વચ્ચે આખી રાત ફસાયેલા રહ્યા. બચાવ ટુકડીએ સવારે ટ્રાફિક સામાન્ય કર્યો. 

ખુબ જદ્દોજહેમત બાદ લોકોને કાઢવામાં આવ્યા

4/7
image

બચાવ ટુકડીએ કારોમાં દબાયેલા લોકોને કાઢવામાં ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફોર્ટ વર્થ ફાયર ચીફ જીમ ડેવિસે કહ્યું કે એવા અનેક લોકો હતા કે જેઓ પોતાની ગાડીઓમાં ફસાઈ ગયા હતા ્ને તેમે કાઢવા માટે હાઈડ્રોલિક બચાવ ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો. 

ટેક્સાસમાં અનેક જગ્યાએ ઘટી આવી ઘટના

5/7
image

અધિકારીઓના જણાવ્યાં મુજબ ટેક્સાસમાં બરફના તોફાનના કારણે આવી ઘટનાઓ અનેક જગ્યાએ ઘટી છે.

ટ્રક બેકાબૂ થતા સર્જાઈ દુર્ઘટના

6/7
image

અધિકારીઓએ જણાવ્યું કે હજુ દુર્ઘટનાની જાણ થઈ નથી પરંતુ કહેવાય છે કે આ ઘટના એક ટ્રકના ડાઉનહિલ સ્ટ્રેચ પર નિયંત્રણ ગુમાવ્યા બાદ થઈ છે. ટ્રેક બેકાબૂ થવાના કારણે કારો પરસ્પર ભીડી ગઈ. 

65 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

7/7
image

મેડસ્ટેરના પ્રવક્તા મેટ જવાદસ્કીએ જણાવ્યું કે અકસ્માત બાદ ઓછામાં ઓછા 65 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. જેમાંથી 36 લોકોને ઘટનાસ્થળથી હોસ્પિટલ એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયા. આ ઉપરાંત અનેક લોકોને મામૂલી સારવાર બાદ જવા દેવાયા.