દેશના નાગરિકોની રક્ષા માટે પ્રધાનમંત્રીના પત્ની પોતે યુદ્ધના મેદાનમાં ઉતર્યા, ખાસ જુઓ PHOTOS

અન્ના હકોબયાન આ જંગની તૈયારીઓ માટે પોતાના દેશની સેના પાસે ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. 

આર્મેનિયા અને અઝરબૈજાન છેલ્લા કેટલાય દિવસોથી જંગ લડી રહ્યા છે. જો કે હાલમાં જ આ બંને દેશોએ સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી પરંતુ હવે પાછા આ બંને દેશો એક બીજા પર સંઘર્ષવિરામ ભંગનો આરોપ લગાવીને જંગના મેદાનમાં કૂદી પડ્યા છે. 

પ્રથમ મહિલા છે અન્ના હકોબયાન

1/10
image

એવા પણ અહેવાલ છે કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધમાં આર્મેનિયાના પ્રધાનમંત્રીના પત્ની અન્ના હકોબયાન(Anna Hakobyan) પણ કૂદી પડ્યા છે. 

લઈ રહ્યા છે સૈન્ય ટ્રેનિંગ

2/10
image

અન્ના હકોબયાન આ જંગની તૈયારીઓ માટે પોતાના દેશની સેના પાસે ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. 

મહિલા ટુકડી તૈયાર કરી

3/10
image

આર્મેનિયાના વિસ્તાર નાગોર્નો કારાબાખને બચાવવા માટે પોતાનું બધુ જ દાવ પર લગાવવા તૈયાર અન્નાએ પોતાની એક મહિલા ટુકડી તૈયાર કરી છે અને કપરા સૈન્ય અભ્યાસમાં લાગ્યા છે. અન્ના હકોબયાન આર્મેનિયાના પ્રથમ મહિલા તરીકે ઓળખાય છે. 

બંને દેશો એકબીજા પર લગાવે છે સંઘર્ષવિરામ તોડવાનો આરોપ

4/10
image

આમ તો બંને દેશોએ સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. આ સંઘર્ષવિરામનો હેતુ નાગોર્નો કારાબાખને લઈને ચાલતા યુદ્ધને રોકવાનો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. પણ બંને દેશો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. 

27 ઓક્ટોબરથી શરૂ કરી દીધી સૈન્ય ટ્રેનિંગ

5/10
image

સંઘર્ષવિરામ છતાં બંને દેશો એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. જેને  જોતા અન્નાએ 27 ઓક્ટોબરથી જ સૈન્ય તાલિમ લેવાની શરૂ કરી દીધી છે. 

13 મહિલાઓની એક ટુકડી

6/10
image

મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમના પત્ની સાથે કુલ 13 મહિલાઓની ટુકડી છે. જે આર્મેનિયાના કારાબાખ વિસ્તારની રક્ષા માટે સૈન્ય તૈયારીમાં છે. 

કોઈ આર્મી બેકગ્રાઉન્ડ નથી

7/10
image

જો કે આ પહેલીવાર બન્યું છે કે જ્યારે આર્મેનિયાના પીએમના પત્ની અન્ના આવી કોઈ આર્મી ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેઓ આ અગાઉ આર્મી બેકગ્રાઉન્ડમાં રહ્યા નથી. 

હથિયારોની ટ્રેનિંગ લઈ રહ્યા છે

8/10
image

તેમની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં તેઓ રાઈફલ અને અન્ય હથિયારો ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. 42 વર્ષના અન્ના ભલે પ્રધાનમંત્રીના પત્ની હોય પરંતુ સામાન્ય સૈન્ય છાવણીમાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. 

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ

9/10
image

તેઓ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ પોતાની તસવીરો શેર કરતા રહે છે. તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુંદર તસવીરોથી ભરેલું છે. આમ તો અન્ના પ્રથમ મહિલા હોવાની સાથે સાથે વ્યવસાયે પત્રકાર છે અને એક અખબારના સંપાદક પણ છે. 

યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા

10/10
image

બંને દેશો વચ્ચે લડાઈ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી જેમાં ભારે તોપખાના, રોકેટ અને ડ્રોનનો ઉપયોગ થયો અને સેંકડો લોકો માર્યા ગયા. નાગોર્નો કારાબાખ અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીની ઝડપમાં તેમના 974 જેટલા સૈનિકો અને 37 નાગરિકો માર્યા ગયા છે. અઝરબૈજાનના અધિકારીઓએ પોતાના સૈન્ય નુકસાનનો ખુલાસો નથી કર્યો પરંતુ કહેવાય છે કે યુદ્ધમાં 65 નાગરિકોના મોત થયા છે અને 300 ઘાયલ થયા છે.