ગુજરાતમાં સામે આવ્યો વધુ એક કાંડ, એક યુવકની જાણ બહાર કરી દેવાઈ નસબંધી
ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં તો બીજો એક કાંડ સામે આવ્યો છે. હવે મહેસાણામાં બળજબરીથી એક યુવકની નસબંધી કરી હોવાનો આરોપ લાગ્યો છે.
ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ સામે આવ્યું છે...મહેસાણા જિલ્લાના યુવકની જાણ બહાર જ તેની નસબંધી કરાયાનો આરોપ લાગ્યો છે.
.મહેસાણાના નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતો ગરીબ યુવાન ભોગ બન્યો...એક મહિના બાદ યુવકના લગ્ન હતા અને નસબંધી કરી દેવાઈ.
આ યુવકને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાનું કહી યુવકને મજૂરીએ લઈ જવાયો હતો અને નશો થાય એટલો દારૂ પીવડાવી અડાલજ CHC સેન્ટર ખાતે યુવકનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે.
યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરાયું છે...અડાલજ CHC સેન્ટરના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટે કેમેરા સામે આવ્યા વિના સ્વીકાર કર્યો છે કે અહીં અમે ઓપરેશન થિયેટર પ્રોવાઈડ કરીએ છીએ...
Trending Photos