દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ, હજારો ભક્તોએ કર્યા દર્શન
દ્વારકાધીશમાં દિવાળી પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દ્વારકાધીશ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
દિનેશ વિઠલાણી, દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાધીશના જગત મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા હતા. નવા વર્ષમાં લોકોએ ભગવાન દ્વારકાશીધના દર્શન કર્યા હતા.
દ્વારકાધીશ મંદિરમાં આજે અનન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.
દિવાળી પર્વને લઈને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
દ્વારકાધીશના મંદિરે દર વર્ષે દિવાળીના તહેવારોમાં લાખો લોકો દર્શને આવતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને લીધે મંદિર તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
તો દ્વારકાધીશ મંદિરમાં એક ભક્ત દ્વારા ચાંદીનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ભક્તએ આશરે 800 ગ્રામ ચાંદીનો થાળ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યો છે.
Trending Photos