આ ગામ ગજબનું સુંદર....પણ નામ સાંભળતા જ લોકો શરમથી લાલચોળ થઈ જાય છે, ખાસ જુઓ PHOTOS

મધ્ય યુરોપ(Central Europe)માં આવેલા ઓસ્ટ્રિયાના એક ગામના લોકો આવનારા નવા વર્ષ 2021માં પોતાની ઓળખ બદલવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રિયાનું આ ગામ જર્મનીની સરહદની એકદમ નજીક છે. ખુબ ઓછી વસ્તી હોવા છતાં આ ગામ પોતાના નામના કારણે ચર્ચામાં હતું. 

વિયના: લોકોના જીવનમાં અલગ અલગ પરેશાનીઓ હોય છે. બાળકો પોતાના અભ્યાસને લઈને પરેશાન હોય છે તો યુવાઓ નોકરી રોજગારના કારણે. પણ આ એક ગામના લોકો તો ગામના નામના કારણે પરેશાની ઝેલી રહ્યા છે. ગામના નામના કારણે તેઓ શરમજનક સ્થિતિમાં મૂકાય છે. જો કે આ ગામનું નામ ત્યાં આવતા પર્યટકો માટે મજાની વાત બની જાય છે. હવે તમે પણ વિચારતા હશો કે એવું તે કેવું આ ગામનું નામ છે કે લોકો શરમાઈ જાય છે. જ્યારે પર્યટકો આ ગામના નામના બોર્ડ સાથે ફોટો ખેંચાવવા માટે ખાસ ગામમાં પધારે છે. આવો જાણીએ....

'Fucking' થઈ જશે 'Fugging'

1/10
image

મધ્ય યુરોપ(Central Europe)માં આવેલા ઓસ્ટ્રિયાના એક ગામના લોકો આવનારા નવા વર્ષ 2021માં પોતાની ઓળખ બદલવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રિયાનું આ ગામ જર્મનીની સરહદની એકદમ નજીક છે. ખુબ ઓછી વસ્તી હોવા છતાં આ ગામ પોતાના નામના કારણે ચર્ચામાં હતું. 

ગામના નામથી પરેશાન હતા લોકો

2/10
image

જાણકારોનું માનવું છે કે ઓસ્ટ્રિયાના આ ગામની સ્થાપના 6ઠ્ઠી શતાબ્દીમાં થઈ હતી. હવે આ ગામના લોકો પોતાનું નામ બદલવા જઈ રહ્યા છે. 

આ રીતે બદલાશે ગામનું નામ

3/10
image

નામ બદલવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસનની વેબસાઈટ પર પોસ્ટ થયો હતો. તેની પુષ્ટિ સ્થાનિક મેયરે પોતે કરી છે. ઓસ્ટ્રિયાના આ ખુબસુરત ગામનું નામ જે પહેલા 'Fucking' હતું તે હવે 'Fugging' થઈ જશે. 

ખુબસુરત ગામનો નજારો

4/10
image

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ મેયર એન્ડ્રિયા હોલ્ઝનરે (Mayor Andrea Holzner)એ ગામના નામમાં ફેરફારની પુષ્ટિ કરી છે. મેયરે એ પણ જણાવ્યું કે સ્થાનિક પરિષદ દ્વારા નક્કી કરાયેલા પોઈન્ટને લઈને નામમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 

નામ બદલવા માટે થયું વોટિંગ

5/10
image

નામમાં થનારા આ ફેરફાર 1 જાન્યુઆરી 2021ના રોજ લાગુ થશે. હવે તેનું નામ પહેલાના નામ ફકિંગ'Fucking' ની જગ્યાએ ફગિંગ(Fugging) થઈ જશે. મેયર એન્ડ્રિયાએ પોતે આ જાણકારી ઓસ્ટ્રિયન ન્યૂઝ બ્રોડકાસ્ટર  Oe24 સાથે વાતચીત દરમિયાન શેર કરી હતી. 

પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર

6/10
image

આ ગામની વસ્તી માત્ર 100 લોકોની છે અને બધાએ નામ બદલવા પર વિચાર કર્યો તો વાત વોટિંગ સુધી પહોંચી ગઈ. 

અજબ-ગજબ નામ

7/10
image

અત્રે જણાવવાનું કે આ ગામને અજબ ગજબ નામવાળી યાદીમાં લાંબા સમયથી જગ્યા મળેલી છે. 

 

100ની આસપાસ છે વસ્તી

8/10
image

વર્ષ 2001માં થયેલી વસ્તીગણતરી મુજબ અહીંની વસ્તી માત્ર 93 હતી. સમય પસાર થયો પણ વસ્તીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. 

નામ બદલાવવાથી લોકોમાં ખુશી

9/10
image

વર્ષ 2005 સુધીમાં તો અહીં માત્ર 32 ઘર હતા. લોકોમાં ગામનું નામ બદલવાને લઈને સામાન્ય સહમતિ બની ગઈ છે. 

હવે પર્યટકોનું શું થશે

10/10
image

આશા છે કે ગામનું નામ બદલાવવાથી લોકો તો રાહતનો શ્વાસ લેશે પરંતુ તે પર્યટકોનું શું થશે જેઓ માત્ર 'Fucking' સાઈન બોર્ડ સાથે ફોટો ખેંચાવવા માટે અહીં લાંબા થતા હતા...તે તો હવે સમય જ જણાવશે.