લગ્નને 50 દિવસ બાકી....ભાવિ પતિ સાથે વેકેશન માણવા અહીં પહોંચી ગઈ આમિર ખાનની લાડલી

Ira Khan Vacation Pics: આયરા ખાન અને નુપુર શિખે જલદી લગ્નના બંધનમાં બંધાવવાના છે પરંતુ લગ્નના બરાબર પહેલા બંને હોલીડે મનાવવા નીકળી ગયા છે. 

જલદી થવાના છે લગ્ન

1/5
image

આમિર ખાનની લાડકી દીકરી આયરા ખાન જલદી લગ્નના બંધનમાં બંધાવવાની છે. થોડા સમય પહેલા બંનેએ પરિવારના લોકો વચ્ચે સગાઈ કરી હતી. આ જોડી હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

પોર્ટુગલમાં રજાઓ ગાળી રહી છે આયરા ખાન

2/5
image

લગ્નને હજુ 50 દિવસની વાર છે તે પહેલા જ આ કપલ પ્રી વેડિંગ વેકેશન પર છે. આયરા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને પોતાના વેકેશનની ઝલક દેખાડી છે. પોર્ટુગલમાં હાલ બંને ક્વોલિટી ટાઈમ  સ્પેન્ડ કરી રહ્યા છે. 

લગ્નની રસ્મો શરૂ

3/5
image

એક તસવીર શેર કરતા આયરાએ કેપ્શનમાં લખ્યું કે તુ મારું વાદળી આકાશ છે. તેમના લગ્નનો જશ્ન પરિવારમાં શરૂ થઈ ચૂક્યો ચે. જેની ઝલક આયરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર દેખાડી હતી. 

પરિવાર સાથે વીતાવે છે સમય

4/5
image

આ તસવીરોમાં આયરા ખાન મહારાષ્ટ્રીય લૂકમાં જોવા મળે છે. ફૂલોથી બનેલી જ્વેલરી અને મરાઠી સ્ટાઈલમાં બાંધેલી સાડી પહેરીને આયરા સાસરીવાળા સાથે ખુબ ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

4 જાન્યુઆરીએ લગ્ન

5/5
image

આયરા અને નુપુર લોકડાઉનમાં એકબીજાની નજીક આવ્યા હતા. તે સમયે તણાવ સામે ઝઝૂમી રહેલી આયરાને તેણે સપોર્ટ કર્યો હતો. અહીંથી તેમની લવસ્ટોરી શરૂ થઈ હતી. હવે 4 ડિસેમ્બરે બંનેના લગ્ન છે.