આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી ન્યૂડ ફોટો, કારણ જાણી રહી જશો દંગ
તેમણે ઇંસ્ટાગ્રામ પર પોતાની બે ન્યૂડ તસવીરો પોસ્ટ કરી છે. તેમાં તેમની સ્કીન પર કેટલાક લાલ રંગના નિશાન જોવા મળે રહી છે.
નવી દિલ્હી: હાલ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ અપલોડ કરવા સામાન્ય વાત છે. પરંતુ આજે પણ સેલેબ્સના ન્યૂડ ફોટા અપલોડ કરવા એક કોઇ સનસનીની માફક લાગે છે. તાજેતરમાં અમેરિકન સિંગર, સોંગરાઇટર, એક્ટ્રેસ અને લેખિકા મારગ્રેટ લિએન રાઇમ્સ સિબ્રાયન (Margaret Lien Rhymes Sibrian)એ પણ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર કેટલાક ન્યૂડ ફોટા શેર કર્યા છે. પરંતુ જેના લીધે મારગ્રેટ લિએનને આ તસવીરોને શેર કરી છે તે જાણકાર દરેક તેમની પ્રશંસા કરી રહ્યા છે. તમે પણ મારગ્રેટ લિએનની ન્યૂડ તસવીરો અપલોડ કરવા પાછળનું કારણ જાણશો તો તેમના આત્મવિશ્વાસની પ્રસંશા કરતા થાકતા નથી.
આ પોસ્ટના સહારે મારગ્રેટ લિએનએ એક સ્કિન સંબંધિત બિમારીને લઇને જાગૃતતા ફેલાવવાનું બીડું ઉઠાવ્યું છે.
તેમણે ઇંસ્ટાગ્રામ પર પોતાની બે ન્યૂડ તસવીરો પોસ્ટ કરી છે, તેમાં તેમની સ્કિન પર કેટલાક લાલ રંગના નિશાન જોવા મળી રહી છે.
મારગ્રેટએ તસવીરો સાથે એક ઇમોશન કેપ્શન પણ લખી છે અને આ જાણકારી આપી છે કે તે સોરાઇસિસ રોગથી પીડિત છે.
તેમણે વિશ્વ સોરાઇસિસ દિવસ પર પોતાની આ સ્ટોરીને શેર કરી હતી. મારગ્રેટએ કેપ્શનમાં જણાવ્યું હતું કે આ તસવીરોને શેર કરવા અને પોતાની બિમારી વિશે બધાને તે ખૂબ રિલેક્સ ફીલ કરી રહી છે.
તમને જણાવી દઇએ કે ડોક્ટર્સના અનુસાર આ ત્વચા રોગ સોરાઇસિસની એવી કોઇ સારવાર નથી જેથી સંપૂર્ણ ઠીક થઇ શકે. બસ તેના લક્ષણો જોઇને સારવાર તેને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. તમામ ફોટો સાભાર: Instagram
Trending Photos