અમદાવાદમાં આ જગ્યાએ ખાતા પહેલા ધ્યાન રાખજો, ભેળસેળ કરનારા 13 એકમો વિરુદ્ધ AMCએ કરી કાર્યવાહી

લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાણીપીણીના એકમો સામે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી કુલ 13 એકમોને એએમસી દ્વારા સીલ કરવામાં આવ્યા છે. 
 

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલીક જગ્યાએ બિનઆરોગ્યપદ સામગ્રી મળી આવી હતી. ત્યારબાદ એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એએમસી દ્વારા કુલ 13 એકમોને સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશને 10 હજારનો દંડ પણ વસૂલ કર્યો છે. તો 468 કિલો જેટલા બીન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. 

1/9
image

એએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રાજેશ દાળવડા, નાગર દાળવડા, ઈટાલીયોઝ પીઝા. જય ભવાની છોલે ભટુરે, આશાપુરા ભોજનાલય, અંબિકા ભાજી પાઉં, ન્યૂ રાયપુર ભજીયા હાઉસ સહિત અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે. 

2/9
image

પૂર્વ ઝોનમાં રાજેશ દાળવડામાંથી 22 કિલો અને નાગર દાળવડામાંથી કુલ 18કિલો ખોરાકનો નાશ કરાયો છે. 

3/9
image

તો પશ્ચિમ ઝોનમાં ઇટાલીયોઝ પીઝા, લો ગાર્ડન પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 25 કિલો બિનઆરોગ્યપદ ખોરાક મળી આવ્યો હતો.   

4/9
image

તો નવરંગપુરામાં આવેલા જય ભવાની છોલે ભટુરે પર કાર્યવાહી કરતા 75 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. 

5/9
image

ઉત્તર ઝોનમાં આવેલા આશાપુરા ભોજનાલયમાંથી કોર્પોરેશનને 14 કિલો બિનઆરોગ્યપ્રદ પદાર્થ મળી આવ્યો છે. 

6/9
image

અંબિકા ભાજી પાંઉ, સરસપુરમાંથી 15 કિલો જથ્થાનો નાથ કરાયો છે. 

7/9
image

નારોલ ઓફિસ પાછળ લાંભામાં આવેલા અબુંદા ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી 120 કિલો ખરાબ ખોરાક મળી આવ્યો છે. 

8/9
image

આ સિવાય ક્રિષ્ના ફુટ સેન્ટર, ચાંદલોડિયા, આશાપુરા ભોજનાલય, ગોતા, બાલાજી ચાયનીઝ ફુડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

9/9
image

કર્ણાવતી દાબેલી, સરખેજ ગામ અને ન્યુ રાયપુર ભજીયા, સાળંગપુર દરવાજા, સામે પણ મહાનગર પાલિકાએ કાર્યવાહી કરી છે.