Ambalal Patel: ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં મૂકાયા! ગૂંચવણભરી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોનું આવી બનશે!
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં હવે ચોમાસાના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. રાજ્યમાં આગામી 16,17 અને 18 ઓગસ્ટે વરસાદ પડવાની આગાહી કરી છે. એટલું જ નહીં, 21 અને 22 ઓગસ્ટે પણ રાજ્યમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેલી છે. જલદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ બનતા વરસાદી ઝાપટા વધશે. 10થી 12 ઓગસ્ટ સુધીમાં ક્રમશ વરસાદી ઝાપટામાં વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં હળવા અને ભારે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. આ ઝાપટા 15 સુધીમાં વિવિધ રાજ્યોમાં પડશે. આગામી 16-17-18 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા તેજ પવનોનું જોર વધ્યું છે એટલે પવન ફૂકાતા સારો વરસાદ થતો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતા રેહતા તેની અસર ભારતના દરિયાઈ તેમાંજ ભૂ ભાગો પર અસર થઇ શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે, આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે.
તેમણે વધુમા જણાવ્યું કે, તારીખ 12થી ઉત્તર પૂર્વીય ભારતમાં મોશમ બદલાવાની શક્યતા રહે જેથી તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર થઇ શકે છે. તો તારીખ 15 થી 18 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગો તરફ વરસાદની શક્યતા રહેતા ગુજરાતના ભૂ ભાગો તરફ સારા વરસાદના ઝાપટાની શક્યતા રહે છે. હાલ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસ્યો 93 ટકા વરસાદ વરસ્યો છે. તો દાહોદ અને ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 437.5 mm વરસાદ થવો જોઈએ પરંતુ તેના કરતા 339.9 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 22 ટકા ઓછો વરસાદ થયો છે. ડાંગમાં અત્યાર સુધીનો 1383.4 mm વરસાદ થવો જોઈએ પરંતુ 1271.8 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 457.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ અત્યાર સુધઈમાં 367.6 mm જ વરસાદ નોંધાયો છે. એટલે કે 20 ટકા ઓછો વરસાદ થયો છે. નર્મદા જિલ્લામાં પણ અત્યાર સુધીનો 602 mm વરસાદ થવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં 536.5 mm વરસાદ થયો છે. એટલે કે 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 551.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ 487 mm વરસાદ નોંધાયો છે. જે 6 ટકા ઓછો વરસાદ થયો છે.
Trending Photos