ગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે
Gujarat Weather: ચૂંટણીના પ્રચારના પડઘમ વચ્ચે ગુજરાતમાં એક મોટી આગાહી કરવામાં આવી છે. આજથી 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરાઈ છે. સાથે રાજ્યના 8 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6થી 8 મે સુધી હીટવેવની આગાહી છે. જ્યારે મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે તાપમાન 41 ડિગ્રી સુધી નોંધાયું છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ઊંચકાયું છે. રાજ્યમાં 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલથી રાજ્યમાં ફરીથી ભારેથી અતિભારે હીટવેવની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર વર્તાશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી છે. આગામી 5 થી 7 મે સમગ્ર રાજ્યમાં ગરમીનું યેલો એલર્ટ છે.
આંધી સાથે વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે.
આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
મે મહિના માટે ઘાતક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
મે મહિના દરમિયાન સંભવિત તાપમાન અને વરસાદ અંગેની માહિતી આપતા હવામાન વિભાગના મહાન નિર્દેશક મૃત્યુંજય જણાવ્યું હતું કે દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાત પ્રદેશમાં આઠથી 11 દિવસ ગરમીના મોજાના દિવસો અપેક્ષિત છે. રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગો આંતરિક ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર આંતરિક કર્ણાટક અને તેલંગાણાના ભાગોમાં પાંચથી સાત દિવસ બાકી રહેશે.
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ.
આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ/લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.
ક્યાં કેટલું તાપમાન?
રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાતમાં 42.3 ડિગ્રી અને અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.8 ડિગ્રી, દાહોદમાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી, પોરબંદરમાં 38.4 ડિગ્રી, જામનગરમાં 37.2 ડિગ્રી અને વલસાડમાં 37.2 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.
Trending Photos