શું ગુજરાતમાં ફરી ટેન્શન ખરું? ગરમી વચ્ચે વરસાદના ભણકારા, આ રાજ્યોમાં અપાઈ ચેતવણી
Gujarat Weather Forecast: ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઝડપથી વધારો થશે. પરંતુ હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં 16-18 માર્ચ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડશે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
હાલ જમ્મુ-કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણે, હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે. આ કારણે 13 માર્ચે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
વધુ એકવાર વરસાદની આગાહી
આગાહીકારે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.
બપોર સુધીમાં આકરી ગરમી
રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4 થી 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં હાલ 34 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો 37 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે.
શું કહે છે અંબાલાલ પટેલ?
તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી તેમણે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. તો 15 માર્ચથી ગરમમાં ક્ર્મશ ગરમી વધતી જશે.
ગરમી વધુ દઝાડશે
ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4થી 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે. અમદાવાદમાં હાલ 34 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો 37 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે.
15 માર્ચથી કાળઝાળ ગરમી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી તેમણે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. તો 15 માર્ચથી ગરમીમાં ક્ર્મશ ગરમી વધતી જશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, હાલ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો રાજ્યમાં પાવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. 9 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું છે. તો સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયું છે.
Trending Photos