એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય! ફરી અંબાલાલની નવી આગાહી; આ તારીખોમાં આવશે આફતનો વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.
આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તો 14 જુલાઈ સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે. એક દક્ષિણ ગુજરાત પર, બીજી ઉત્તર ગુજરાત પર અને રાજસ્થાન તરફ ત્રીજી છે. આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે. જેના કારણે ગુજરાતમાં આખો જુલાઈ મહિનામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આકશી આફતની આગાહી કરી છે. સમુદ્રમાં એકના બદલે બબ્બે સિસ્ટમ સક્રિય થયા હોવાની વાત પણ કરવામાં આવી છે. એકના બદલે સમુદ્રમાં બબ્બે સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થતાં હવે ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ
જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે.
અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.
આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, અત્યાર સુધી 1 જુન થી 3 જુલાઈ સુધી સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 144 mm વરસાદ નોંધાયો છે. આજે ગુરુવારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી છે. જેમાં 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં! તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તહેનાત કરાઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું...નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી.
નોંધનીય છે કે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
Trending Photos