ફરી ધબધબાટી બોલાવશે મેઘો! ખાડીની સિસ્ટમ ફરીથી આવી રહી છે ગુજરાત તરફ, આ તારીખથી વરસાદ
Ambalal Patel Prediction: ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય તરફ જઈ રહ્યું છે. પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ ટાંકણે ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જી હા.. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત રીજનલમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી ભાદરવાનો તાપ વરસી રહ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી. હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ છે. 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે.
બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.
બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી ગુજરાત તરફ આવી રહી છે, જેથી 25 અને 26 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં કુલ 43 ટકા વરસાદ વધારે નોંધાયો છે. જ્યારે ગુજરાત રીજનલમાં સામાન્ય કરતાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 70 ટકા વધારે વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.
નોર્થ અંડમાન સીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. 23 તારીખના રોજ લો પ્રેશર બનશે તેવું પૂર્વાનુમાન છે. જેના કારણે ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે.
ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.
Trending Photos