આ વર્ષે ચોમાસું ગૂંચવણ ભર્યું રહેશે! શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલની નવી આગાહી

Weather Expert Ambalal Patel, Gujarat Monsoon: અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે

1/5
image

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની વાત કરી હતી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. 

2/5
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી દર્શાવી નહોતી. અંબાલાલ પટેલે અગાઉ જ આગાહી કરી નાંખી હતી કે, વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. 

3/5
image

વાવાઝોડું ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓના કારણે ખેડૂતોમાં ખુશી છે. જોકે, ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે.

4/5
image

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે, જોકે, અગાઉ દેશના હવામાન વિભાગે ચોમાસાની સિસ્ટમ આગળ વધવા માટે સાનુકૂળ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.

5/5
image

આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 6, 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે.  25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. અને હવે બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. હાલ રાજ્યમાં વરસાદનો વિરામ છે. ત્યારે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડ માટે તૈયાર રહો.