ભાદરવી પૂનમના મેળામાં માંગો એ મળશે, માડીના ભક્તોને પીરસાઈ પાણીપુરી અને ઈડલી

Bhadaravi Poonam No Melo : અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. પાંચ દિવસમાં 23 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શન કર્યા. ધજા ચડાવવા અને માતાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવી રહ્યાં છે. હાલ અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈભક્તોની ભીડ જોવા મળી રહી છે. આવતીકાલે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થશે. ત્યારે બોલા માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે ભક્તોને માર્ગમાં પાણીપુરી અને ઈડલી પણ પિરસાઈ રહી છે.
 

પાટણના પાણીપુરીવાળાઓની ભક્તિ

1/7
image

અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં અનેક પ્રકારના સેવાકેમ્પ હોય છે. જેમાં ઈડલી જેવા સેવાકેમ્પ જોવા મળ્યા હતા. પાણીપુરીની જેમ મસલાપુરીનો કેમ્પ પણ જોવા મળ્યો. મસાલાપુરી ખાવા માટે યાત્રિકો લાઈન લાગે છે. મહત્વની બાબત તો એ છે કે પાણીપુરી વહેંચનારા ધનાઢ્ય હોતા નથી, પણ પાટણ જિલ્લાના તમામ પાણીપુરીવાળા ભેગા થઈને અંબાજી ખાતે આવેલા પદયાત્રીઓની સેવા કરવા નિશુલ્ક મસાલાપુરીનો કેમ્પ યોજ્યો હતો. આ મસાલાપુરી કેમ્પના આયોજકે જણાવ્યું હતું કે, આ કેમ્પ દરમિયાન અમારી એક થી દોઢ લાખ મસાલાપુરી યાત્રિકોને નિશુલ્ક ખવડાવી છે. 

ભક્તો માટે પાણીપુરીનો કેમ્પ લાગ્યો

2/7
image

અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં અનેક પ્રકારના સેવાકેમ્પ હોય છે. જેમાં ઈડલી જેવા સેવાકેમ્પ જોવા મળ્યા હતા. પાણીપુરીની જેમ મસલાપુરીનો કેમ્પ પણ જોવા મળ્યો. મસાલાપુરી ખાવા માટે યાત્રિકો લાઈન લાગે છે. મહત્વની બાબત તો એ છે કે પાણીપુરી વહેંચનારા ધનાઢ્ય હોતા નથી, પણ પાટણ જિલ્લાના તમામ પાણીપુરીવાળા ભેગા થઈને અંબાજી ખાતે આવેલા પદયાત્રીઓની સેવા કરવા નિશુલ્ક મસાલાપુરીનો કેમ્પ યોજ્યો હતો. આ મસાલાપુરી કેમ્પના આયોજકે જણાવ્યું હતું કે, આ કેમ્પ દરમિયાન અમારી એક થી દોઢ લાખ મસાલાપુરી યાત્રિકોને નિશુલ્ક ખવડાવી છે. 

કર્ણાટકથી આવેલા શખ્સે સેવા માટે ઈડલીનો કેમ્પ લગાવ્યો

3/7
image

કર્ણાટકના કેટલાક સેવાભાવી લોકો સેવા કરવા અંબાજી પહોંચ્યા છે. અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આ કર્ણાટકના 8 જેટલા સેવાભાવી લોકો ઈડલીનો કેમ્પ કરી પદયાત્રા જતા શ્રદ્ધાળુઓને ઈડલી પીરસી રહ્યા છે. સાથે એવું પણ જણાવ્યું હતું કે, રોજની 20 થી 25 હજાર ઈડલી અમે બનાવીએ છીએ. સેવા કેમ્પમાં કેટલીક તળેલી વાનગીઓ પણ લોકોને પીરસાય છે, જે શરીર માટે હાનિકારક હોય છે. તેથી ઈડલી કે તેની ચટણીમાં કોઈ પણ જાતનું તેલ આવતું નથી. જેથી કરી સ્વાસ્થય માટે સારી ગણાય. તેથી અમે છેલ્લા ત્રણ વર્ષથી આ ઈડલીનો કેમ્પ અંબાજી જતા માર્ગ પર કરીએ છીએ. અંબાજી જતા માર્ગ પર કર્ણાટક રાજ્યના લોકો દ્વારા ઈડલીનો એક માત્ર કેમ્પ જોવા મળ્યો છે. 

આજે મેળાનો છઠ્ઠો દિવસ 

4/7
image

પાંચ દિવસમા અંબાજી ૨૨ લાખ શ્રધાળુઓએ દર્શનનો લાભ લીધો. આજે ગબ્બરમાં જિલ્લાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આવતીકાલે મેળાનો છેલ્લો દિવસ છે. પાંચ દિવસમાં પ્રસાદના ૭૩૧ ઘાણ બનાવાયા. કુલ બે લાખ ઉપરાંત કિલો પ્રસાદ તૈયાર થયો, જેમાં 25 લાખ પ્રસાદના પેકેટ બનાવાયા હતા. 

અંબાજીમાં આજે સફાઈ અભિયાન

5/7
image

આજે બનાસકાંઠા જિલ્લા સ્તરના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાનું સ્વચ્છતા અભિયાન આજે અંબાજીથી શરૂ કરવામાં આવ્યું. જિલ્લા કલેકટર અને અનેક અધિકારીઓ સ્વચ્છતા માટે ગબ્બર તળેટી પહોંચ્યા હતા. જીલ્લા કલેકટર મિહિર પટેલે પણ ગબ્બર તળેટીમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. જિલ્લા વહીવટી તંત્ર સાથે સ્થાનિક લોકો અને પદાધિકારીઓ પણ જોડાયા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોઈ સ્વચ્છતા અભિયાનનો વિશેષ કાર્યક્રમ હાથ ધરાયો

6/7
image

અંબાજી જતા માર્ગો ઉપર માનવ સાંકળના દ્રષ્યો જોવા મળી રહ્યાં છે. જેમાં એક નહિ અનેક યાત્રિકો જોડાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. નિઃશુલ્ક ભોજનની મોજ માણી રહ્યાં છે. તો ક્યાંક થાકેલો યાત્રિક પણ સેવા કેમ્પોમાં માલિશનો લાભ લઇ રહ્યાં છે. 

7/7
image

અંબાજી મંદિર પર કરાયેલું લાઈટ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ ધ્વરા બનાવાતો મોહનથાળનો પ્રસાદ આજ સુધી 731 ઘાણ બનાવાયો છે. તો જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે કોઈ પણ જાતની અનિચ્છનીય મોટી ઘટના બની નથી. મેળામાંથી 1.20 લાખની રૂપિયા 500 ના દરની બનાવટી નોટ ઝડપાઈ છે.