Photos: જામસાહેબના વારસદાર બન્યા બાદ કોહલી કરતા પણ અમીર બન્યા અજય જાડેજા? જાણો સંપત્તિ

 લોકો સતત તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. લોકો એ પણ જાણવા માટે ઉત્સુક છે કે જામસાહેબના વારસદાર બન્યા બાદ હવે તેઓ કેટલી સંપત્તિના માલિક બન્યા છે. જો તમારા માટે પણ આ સવાલ મહત્વનો છે તો આ વિગતો ખાસ જાણો. 

1/5
image

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા માટે શુક્રવાર 11 ઓક્ટોબર 2024નો દિવસ ખાસ રહ્યો. કારણ કે  જામનગરના જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો. જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદથી લોકો સતત તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. લોકો એ પણ જાણવા માટે ઉત્સુક છે કે જામસાહેબના વારસદાર બન્યા બાદ હવે તેઓ કેટલી સંપત્તિના માલિક બન્યા છે. જો તમારા માટે પણ આ સવાલ મહત્વનો છે તો આ વિગતો ખાસ જાણો.   

કિંગ કોહલી કરતા પણ અમીર?

2/5
image

વનઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલીની હાલની નેટવર્થ 1000 કરોડ રૂપિયા આસપાસ છે. જ્યારે જામનગરના જામસાહેબ જાહેર થયા બાદ અજય જાડેજાની નેટવર્થ 1455 કરોડ રૂપિયા પાર પહોંચી ગઈ છે. 

3/5
image

હવે સવાલ એ ઉઠે કે જાડેજા પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી. તો જવાબ છે કે પૈતૃક સંપત્તિ. અજય જાડેજા કે એસ રણજીતસિંહજી અને કે એસ દુલીપસિંહજીના વંશ સાથે સંબંધ ધરાવે છે. 

આઈપીએલથી પણ કમાણી

4/5
image

અજય જાડેજા આઈપીએલમાં પણ પોતાનો અવાજનો જાદુ ચલાવે છે. જેના માટે તગડી રકમ મળે છે. રિપોર્ટ મુજબ એક આઈપીએલ સીઝનમાં તેઓ કોમેન્ટ્રી કરીને લગભગ 2થી 3 કરોડ રૂપિયા કમાય છે. 

ટીમ ઈન્ડિયાનો ભાગ હતા અજય જાડેજા

5/5
image

અજય જાડેજા વર્ષ 1992થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતા. તેઓ વાઈસ કેપ્ટન પણ હતા. ભારત માટે તેમણે 15 ટેસ્ટ મેચ અને 196 વનડે મેચ રમી છે. 53 વર્ષના અજય જાડેજા જામનગરના શાહી પરિવારના વંશજ છે. મેચ ફિક્સિંગમાં તેમનું નામ ખુલતા તેમના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ 2003માં દિલ્હી હાઈકોર્ટે આ પ્રતિબંધ હટાવ્યો પણ ત્યારબાદ જાડેજા ક્રિકેટ રમી શક્યા નહીં. તેઓ આઈપીએલમાં અલગ અલગ ટીમમાં મેન્ટોર રહ્યા. હાલમાં તેમણે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનું કોચિંગ કર્યું હતું. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)