એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ, ઢીચણસમા પાણી ભરાયા, જુઓ PHOTOs

Gujarat Weather Forecast : ધોધમાર વરસાદને કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો.... પાટણના ચારણકામાં બનેલા સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સુધી ભરાયા પાણી....કરોડોના નુકસાનનો અંદાજ....
 

1/8
image

સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટણમાં પણ વરસાદથી તારાજી સર્જાઈ છે. આવામાં સાંતલપુર, રાધનપુર તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો છે.

2/8
image

સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ચારણકા ભેલ કંપની ૧૫ મેગા વોલ્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ છે. 

3/8
image

પાટણ શહેર સહીત જિલ્લા માં હવામાન વિભાગ ની આગાહી ને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છૅ જેને લઇ જન જીવન પ્રભાવિત બનવા પામ્યું છૅ સતત વરસાદ ને લઇ નીચાણ વાળા વિસ્તાર માં પાણી ગરકાવ થઇ જતા રાહ દારીઓ અને વાહન ચલાકો ને ભારે હાલાકી નો સામનો કરવા નો વારો આવ્યો છૅ તો પાટણ માં વરસાદ ને લઇ ખાલકશા પીર વિસ્તાર ના નીચાણ વાળો હોઈ પાણી ભરાઈ જતા આ વિસ્તાર ની 20 થી વધુ સોસાયટી ના લોકો ને અવર જવર કરવી પણ મુશ્કેલ બનવા પામ્યું છૅ 

4/8
image

તેમજ વાહન ચલાકો ને પણ અવર જવર કરવી મુશ્કેલ બનવા પામી છૅ તો જિલ્લાબમાં વરસાદ ની વાત કરીયે તો 24 કલાક દરમ્યાન રાધનપુર 5.5 ઇંચ, સાંતલપુર 3 ઇંચ, હારીજ 3.5 ઇંચ, પાટણ 2 ઇંચ, સિદ્ધપુર 2 ઇંચ, સમી 2.5 ઇંચ, સરસ્વતી 1.5 ઇંચ, ચાણસ્મા અને શંખેશ્વર માં 1 ઇંચ થી વધુ વરસાદ વર્ષયો હતો અને હાલ પાણી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છૅ.

5/8
image

6/8
image

7/8
image

8/8
image