વડવાઓએ આપેલી અમૂલ્ય ભેટ આજે વરદાન સાબિત થઈ છે, આ ઘરમાં ક્યારેય ખૂટતુ નથી પાણી

જળ એ જ જીવન છે એ આપણા વડવાઓ સારી રીતે સમજી ગયા હતા, તેથી જ અનેક ઘરોમાં વરસાદી પાણીની સિસ્ટમ વિકસાવી હતી, જે અમદાવાદના અનેક જૂના ઘરોમાં આજે પણ જોવા મળે છે 

આશ્કા જાની/અમદાવાદ :દિવસે દિવસે પાણી અછત ઉભી થઇ રહી છે અને જેના કારણે ઘણા ગામડાઓમાં તો પાણી ભરવા માટે અનેક કિલોમીટર દૂર જવું પડે છે. પરંતુ આપણા વડવાઓ આપણ કરતા વધુ સમજદાર હતા. તેઓએ જે તે સમયે વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ વિકસાવી હતી. જે આજે પણ અનેક ઘરોમાં મોજૂદ છે. અમદાવાદ (Ahmedabad) ની પોળમાં આવા અનેક જૂના મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ (water harvesting) ની સિસ્ટમ જોવા મળે છે. અમદાવાદમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટના ઘરમાં એક એવો કૂવો છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.

1/3
image

આજે અમદાવાદની ઓળખ હેરિટેજ સિટી (heritage city) ની છે. આ ઓળખ અમદાવાદના કોટ વિસ્તારના કારણે છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી અસંખ્ય પોળોના મકાનોમાં આજે પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અમદવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી પોળમાં રહેતા ભાજપ (bjp) ના નેતા ભૂષણ ભટ્ટના ઘરમાં એક કૂવો આવેલો છે, જેમાં વરસાદી પાણી નો સંગ્રહ કરવામાં આવે છે.

2/3
image

આ ઘરના ધાબા પરથી વરસાદી પાણી પાઇપલાઈનના મારફતે સીધુ કૂવામાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તે પાણીનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે જ્યારે પાણીની તંગી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષ સુધી સંગ્રહ કરવામાં આવેલા વરસાદી પાણીનો પીવામાં અને રસોઈ બનાવવાના કામમાં પણ ઉપયોગ કરી શકાય છે. માત્ર ગરમ કરી તેનો ઉપયોગ કરી શકાય છે. 

3/3
image

આ સિસ્ટમ ઉભી કરવા આજની ટેકનોલોજી મદદગાર સાબિત થઈ શકે છે. તેથી બસ આજ રીતની કોઈ ટેકનોલોજી કે વ્યવસ્થા જો દરેક ઘરમાં ઉભી કરવામાં આવે તો આપણી આવનારી પેઢીને પાણીની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો આગામી સમયની જરૂરિયાત બની જશે.