ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં અમદાવાદ મ્યુ. કમિશનરના દાવા પોકળ નીકળ્યા, જુઓ આ BRTS બસોને..

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર BRTS ની બસોમાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવી રહ્યાં છે. મુસાફરોના ચેકીંગ માટે BRTS બસ સ્ટોપ પર કોઈ સ્ટાફ પણ ઉપસ્થિત નથી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાની જે સ્થિતિ છે, તેને જોતા દરેકે સાવચેતી રાખવાની જરૂર છે. સરકાર વિવિધ ગાઈડલાઈન દ્વારા કેવી રીતે નિયમોનું પાલન કરવું તે શીખવાડે છે. તો સાથે જ આ નિયમોનું પાલન ન કરનારાઓને દંડે પણ છે. પરંતુ ખુદ સરકારી તંત્ર જ આ નિયમોને ઘોળીને પી જાય છે. ખાસ કરીને અમદાવાદમાં નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળે છે. અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન મામલે amc તંત્રની પોલ ખુલ્લી પડી છે. BRTS બસોમાં સરેઆમ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. અમદાવાદના કમિશનરના દાવા વચ્ચે ઝી 24 કલાકની ટીમે  રિયાલિટી ચેક કર્યું, જેમાં તંત્રના દાવા પોકળ સાબિત થયા. 

1/4
image

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર BRTS ની બસોમાં ખીચોખીચ મુસાફરો ભરવામાં આવી રહ્યાં છે. મુસાફરોના ચેકીંગ માટે BRTS બસ સ્ટોપ પર કોઈ સ્ટાફ પણ ઉપસ્થિત નથી. 

2/4
image

ગાઈડલાઈનમાં મુસાફરોની બસમાં ઉભા ઉભા મુસાફરી કરવાની છૂટ નથી, છતાં સામાન્ય દિવસોની જેમ જ મોટી સંખ્યામાં લોકો ઉભા ઉભા મુસાફરી કરી રહ્યા છે.

3/4
image

બેઠક ક્ષમતાના અડધા મુસાફરોને બેસવા દેવાની તંત્રની વાત છે. ઉભા ઉભા મુસાફરી નહિ થઈ શકે તેવો નિયમ પણ રાખવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના સબ સલામતના દાવાના લીરેલીરા ઉડી રહેલા દરેક રસ્તા પર જોવા મળી રહ્યાં છે. 

4/4
image

આ બસ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે લાખો લોકો તેને જુએ છે. સરકારી અધિકારીઓ, ટ્રાફિક અધિકારીઓ દરેકનું ધ્યાન પડે છે, છતા કોઈ કાર્યવાહી કરાતી નથી. પરંતુ સામાન્ય પ્રજાને દંડ ભરાવવાનું તેઓ ચૂકતા નથી.