લો બોલો....દારૂ પીવા માટેની વયમર્યાદામાં હવે થશે ઘટાડો! ખુલ્લેઆમ દારૂ વેચવાની તૈયારી?

દિલ્હી અને હરિયાણામાં દારૂ પીવાની કાયદાકીય ઉંમર 25 વર્ષથી વધુ છે. જો કે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આ વયમર્યાદા 21 વર્ષ છે. દિલ્હીમાં દારૂ પીવાની ઉંમરને ઘટાડવાની માગણી લાંબા સમયથી થઈ રહી છે. 

Age of drinking:દિલ્હી સરકાર દારૂ પીવા માટેની ઉંમરને 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરી શકે છે. આ ઉપરાંત દિલ્હીમાં  Dry Day ની સંખ્યામાં ઘટાડો  કરવાનો પણ પ્લાન છે. કેજરીવાલ સરકાર અન્ય અનેક આબકારી નિયમોમાં ઢીલ આપવાની પણ યોજના ઘડી રહી છે. દિલ્હી સરકારે એક કમિટી બનાવી હતી, જેણે આ પ્રકારના અનેક સૂચનો આપ્યા છે. અત્રે જણાવવાનું કે દિલ્હી અને હરિયાણામાં દારૂ પીવાની કાયદાકીય ઉંમર 25 વર્ષથી વધુ છે. જો કે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આ વયમર્યાદા 21 વર્ષ છે. દિલ્હીમાં દારૂ પીવાની ઉંમરને ઘટાડવાની માગણી લાંબા સમયથી થઈ રહી છે. 

દારૂના મુદ્દે દિલ્હી સરકારે બનાવી કમિટી

1/6
image

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ 4 મહિના પહેલા એક કમિટી  બનાવી હતી. આ કમિટીનો હેતુ દારૂની પ્રાઈસ સિસ્ટમને સરળ બનાવવા, કારોબારમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને રાજ્યની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારના ઉપાયો સૂચવવાનો હતો. આ કમિટીના મુખિયા તરીકે આબકારી કમિશનર હતા. 

ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં વેચાશે દારૂ

2/6
image

કમિટીએ અનેક સૂચનો આપ્યા છે. જો તે માની લેવામાં આવે તો આવનારા દિવસોમાં બીયર અને વાઈન દારૂની દુકાનોની સાથે સાથે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પણ ખરીદી શકાશે. આ રીતે દારૂ મામલે આવનારા દિવસોમાં દિલ્હીમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. 

દારૂ પીવાની વયમર્યાદા ઘટીને 21 થશે!

3/6
image

આ કમિટીએ દારૂ વેચાણ સંલગ્ન નિયમોમાં ફેરફારની ભલામણ કરી છે. કમિટીએ પોતાના સૂચનોમાં દારૂ પીવાની વયમર્યાદા ઓછી કરવાની, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દારૂનું વેચાણ શરૂ કરવું અને ડ્રાય ડેની સંખ્યાને ઓછી કરવાનું સામેલ છે. કમિટીએ સૂચન આપ્યું છે કે દારૂ પીવાની વયમર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે. 

દારૂની દુકાનોની સંખ્યા વધારવામાં આવશે

4/6
image

કમિટીએ દારૂની દુકાનોની સંખ્યા વધારવા જેવી અનેક ભલામણ કરી છે. કમિટીના સૂચન મુજબ તમામ 272 નગર પાલિકા વોર્ડમાં 3-3 દારૂની દુકાનો હોવી જોઈએ. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 24 રિટેલ દુકાનો હોવી જોઈએ અને ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર છ રિટેલ વેન્ડ્સ હોવા જોઈએ. કમિટીએ દર 2 વર્ષમાં દારૂની દુકાનોનું વિતરણ લોટરી માધ્યમથી કરવાની ભલામણ કરી છે. 

હોટલ, ક્લબ, રેસ્ટોરામાં સરળતાથી મળશે લાઈસન્સ

5/6
image

કમિટીએ સૂચનો આપ્યા છે કે રિટેલ દુકાનદારોને 8 ટકા ફિક્સ માર્જિન આપવું જોઈએ. હોટલ, ક્લબ અને રેસ્ટોરાને લાઈસન્સ સરળતાથી મળે તેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. 

જનતાનો અભિપ્રાય

6/6
image

દિલ્હીમાં દારૂની દુકાનો માટે કેજરીવાલ સરકાર જનતા પાસે મત માંગવા જઈ રહી છે. દિલ્હીના એક વોર્ડમાં 3 અને દિલ્હીના 272 વોર્ડમાં કુલ 816 દારૂની દુકાનો ખોલવાની ભલામણ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ  કમિટીએ કરી છે. હાલ કોઈ વોર્ડમાં વધુ તો કોઈ વોર્ડમાં દારૂની ઓછી દુકાનો છે.