પહેલા એક ટોચના એક્ટર અને ત્યારબાદ આ ક્રિકેટર સાથે અફેર હતું 'ધક ધક ગર્લ'નું, અચાનક લગ્ન કરી ચોંકાવી દીધા
કરિયર છોડી લગ્ન કરી લીધા
90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાં સામેલ માધુરી દિક્ષિતે અચાનક લગ્ન કરીને ચોંકાવી દીધા હતા. ટોપની અભિનેત્રી માધુરીએ તેવા સમયે લગ્ન કર્યા કે જ્યારે તે કારકિર્દીની ટોચે હતી અને લગ્ન કરીને ફિલ્મોથી દૂર અમેરિકા જતી રહી હતી. ડોક્ટર નેને પહેલા પણ કેટલાક લોકો સાથે માધુરીનું નામ જોડાયેલું હતું. ખુબ ચર્ચમાં રહી હતી.
બોમ્બ વિસ્ફોટમાં સંજય દત્તનું નામ આવતા જ માધુરીએ સંબંધ તોડ્યો
90ના દાયકામાં માધુરી દિક્ષિત અને સંજય દત્ત ટોપની જોડી હતી. માધુરીએ પોતે એક ઈન્ટરવ્યુમાં સંજયને બેસ્ટ કો સ્ટાર ગણાવ્યો હતો. માધુરી અને સંજયે એક સાથે અનેક ફિલ્મો કરી. બંનેનો પ્રેમ સાજનના શૂટિંગ પર ટોચે હતો. આ બધા વચ્ચે 1993માં મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સંજયનું નામ છાપરે ચડ્યું અને માધુરીએ સંજય સાથે બધા સંબંધો તોડી નાખ્યા. સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્મા અને તેની બહેને તે સમયે આપેલા ઈન્ટરવ્યુમાં માધુરી પર ખુબ પ્રહાર કર્યા હતા. તેમણે સંજય અને રિચાના ડિવોર્સ માટે પણ માધુરીને જવાબદાર ઠેરવી હતી.
ક્રિકેટર સાથે નામ જોડાયું
સંજય દત્ત બાદ માધુરીના જીવનમાં ક્રિકેટર અજય જાડેજા આવ્યો. અજય અને માધુરી એક ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા. તે સમયે તેમની કરિયર પણ પીક પર હતી. કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો માધુરી અને અજય લગ્ન કરવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. પરંતુ વર્ષ 1999માં અજય જાડેજાનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું અને તેની કરિયર ખતમ થઈ ગઈ. ત્યારબાદ માધુરી પણ અજયથી અલગ થઈ ગઈ.
લગ્ન બાદ ફિલ્મોને કરી અલવિદા
વર્ષ 1999માં જ માધુરીએ તેના ભાઈને મળવા અમેરિકા ગમન કર્યું. ત્યાં તેની મુલાકાત ભાઈના મિત્ર ડો. શ્રીરામ નેને સાથે થઈ. માત્ર ત્રણ મહિનાના ડેટિંગ બાદ માધુરી અને ડો.નેનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. અચાનક લગ્ન કરીને માધુરીએ બધાને ચોંકાવી દીધા. લગ્ન બાદ ભારત પાછા ફરીને માધુરીએ પહેલા તો પોતાના બધા અધૂરા પ્રોજેક્ટ પૂરા કર્યા. ત્યારબાદ ફિલ્મી દુનિયા છોડી અમેરિકા શિફ્ટ થઈ ગઈ.
માધુરી અને ડો.નેનેના બે પુત્ર

Trending Photos