Corona નો પ્રકોપ ઘટ્યો, 8 મહિના બાદ આ રાજ્યોમાં શાળાઓ ખૂલશે, જાણો ગુજરાત સામેલ છે કે નહીં?

આ બધા વચ્ચે હવે રાજ્યોમાં શાળાઓ ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં આ મહિને શાળાઓ ખુલશે જ્યારે કેટલાક રાજ્યોમાં રસી આવ્યા બાદ ખૂલશે. તો અન્ય કેટલાક રાજ્યો એવા પણ છે જેઓ અસમંજસમાં છે કે શાળાઓ ખોલવી કે નહી.

નવી દિલ્હી:  દેશમાં કોરોના (Corona virus)ની કથળેલી સ્થિતિ હવે નિયંત્રણમાં આવતી જોવા મળી રહી છે. હાલાત સારા થતા જોઈને અનેક રાજ્યો શાળાઓ ખોલવા (School reopen) નું મન બનાવી રહ્યા છે. શાળાઓ છેલ્લા લગભગ છેલ્લા 10 મહિનાથી બંધ છે. સ્થિતિ થોડી સારી થતી જણાતા હવે અનેક રાજ્યોએ ધીરે ધીરે શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. 

ઉત્તરાખંડમાં 15 ડિસેમ્બરથી ખુલશે શાળાઓ

1/7
image

ઉત્તરાખંડ સરકારે 15 ડિસેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. આ માટે સંબંધિત અધિકારીઓને આદેશ જાહેર કરાયા છે. શરૂઆત મોટા વર્ગથી થશે ત્યારબાદ નાની કક્ષાઓના બાળકોને પણ બોલાવવામાં આવશે. 

હરિયાણામાં 14 ડિસેમ્બરથી ખુલશે શાળાઓ

2/7
image

હરિયાણામાં 14 ડિસેમ્બરથી ધોરણ 10 અને ધોરણ 12 ખૂલી જશે. બોર્ડ પરીક્ષાઓના કારણે બંને કક્ષાના બાળકોને પહેલા બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ 21 ડિસેમ્બરથી ધોરણ 9 અને ધોરણ 11 માટે શાળાઓ ખૂલશે. 

મહારાષ્ટ્રમાં જૂનિયર કક્ષાઓ ખોલવા પર વિચાર

3/7
image

મહારાષ્ટ્રમાં ધોરણ 9-12 સુધીની શાળાઓ ગત મહિને ખૂલી ગઈ છે. પરંતુ કોરોનાના કારણે ધોરણ 5થી ધોરણ 8ના વર્ગો બંધ છે. સરકાર વિચાર કરી રહી છે કે જો સ્થિતિ સારી થાય તો જાન્યુઆરીથી નાના ધોરણોના બાળકોને પણ બોલાવવામાં આવી શકે છે. 

બિહારમાં પણ જલદી ખુલી શકે છે શાળાઓ

4/7
image

બિહારમાં પણ 8માં ધોરણ સુધીની શાળાઓ જલદી ખૂલી શકે છે. જો કે ઓડિશામાં શાળાઓ ખોલવા પર સરકાર અસમંજસમાં છે. ત્યાં હાલ સરકાર શાળાઓ ખોલવા પર કોઈ નિર્ણય લઈ શકી નથી.

આ રાજ્યોમાં નહીં ખુલે શાળાઓ

5/7
image

દિલ્હી, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમમાં આ વર્ષે શાળાઓ નહીં ખૂલે. આ રાજ્યોની સરકારોએ જાહેરાત કરી છે કે કોરોના રસી નહીં આવે ત્યાં સુધી તેઓ શાળાઓ ખોલશે નહીં. મધ્ય પ્રદેશમાં પણ 8માં ધોરણ સુધીની શાળાઓ 31 માર્ચ 2021 સુધી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. 

બાકીના રાજ્યોમાં છે અસમંજસની સ્થિતિ

6/7
image

દેશના અન્ય રાજ્યો હજુ પણ શાળાઓ ખોલવા મુદ્દે અસમંજસમાં ફસાયેલા છે. હાલ તેઓ કોરોના રસીની રાહ જોઈ રહ્યા છે. જો ભારતમાં જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઈ જાય તો બની શકે કે ફેબ્રુઆરીથી અનેક રાજ્યો શાળાઓ ખોલી(School reopen) નાખે. 

કોરોનાની લેટેસ્ટ સ્થિતિ, 24 કલાકમાં 30,254 નવા કેસ

7/7
image

દેશમાં કોરોના (Corona virus)ની કથળેલી સ્થિતિ હવે નિયંત્રણમાં આવતી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  30,254 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 98,57,029 પર પહોંચ્યો છે. જેમાંથી 3,56,546 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે  93,57,464 લોકો સાજા થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં 391 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,43,019 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 33,136 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં કોરોનાના કુલ 15,37,11,833 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 10,14,434 ટેસ્ટ 12મી ડિસેમ્બરે એટલે કે ગઈ કાલે કરાયા.