Sushmita Sen Photos: લલિત મોદી સાથે ડેટની ચર્ચા વચ્ચે એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી સુષ્મિતા સેન

Sushmita Sen Photos: સુષ્મિતા સેન આ દિવસોમાં લલિત મોદીને ડેટ કરી રહી છે. આ વાત બધા લોકો જાણે છે. તેનો ખુલાસો ખુદ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર કર્યો હતો. નવા સંબંધ વચ્ચે સુષ્મિતા જૂના પ્રેમીને પણ ભૂલી નથી, જેનો પૂરાવો આ તસવીરો છે. આ તસવીરોમાં સુષ્મિતા સેન એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ અને પોતાની પુત્રી સાથે સ્પોટ થઈ. તસવીરમાં સુષ્મિતાની રોહમનની સાથે જે બોન્ડિંગ જોવા મળ્યું તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. જુઓ સુષ્મિતા સેનની તસવીરો એક્સ બોયફ્રેન્ડ સાથે. 
 

1/5
image

સામે આવેલી તસવીરોમાં સુષ્મિતા સેન લાઇટ પર્પલ કલરના કપડામાં જોવા મળી હતી. પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ ગોગલ્સ લગાવ્યા હતા. 

2/5
image

ખાસ વાત છે કે આ તસવીરોમાં સુષ્મિતાની સાથે તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ પણ કેદ થયો. તસવીરોમાં રોહમન અભિનેત્રીનું ધ્યાન રાખતો જોવા મળ્યો. જેના કારણે આ તસવીરો ચર્ચામાં આવી ગઈ છે. 

 

 

3/5
image

સુષ્મિતા અને રોહમનની સાથે અભિનેત્રીની પુત્રી રેને પણ સ્પોટ થઈ. ખાસ વાત છે કે આ તકે રેને અને રોહમન મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા. રેનેએ મરૂન કલરના ટોપની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું તો રોહમને પણ મરૂન કલરના ટી-શર્ટની સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું. 

 

 

4/5
image

આ ત્રણેય એક સાથે મુંબઈના સાંતાક્રૂઝમાં સ્પોટ થયા. પૈપરાજીને જોતા ત્રણેયે પોઝ આપ્યા હતા. 

 

 

 

5/5
image

તમને જણાવી દઈએ કે લલિત મોદીને ડેટ કરતા પહેલા સુષ્મિતા સેન રોહમન શોલને ડેટ કરી રહી હતી. પરંતુ થોડા સમય બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરી હતી. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે રોહમન હંમેશા તેનો સારો મિત્ર રહેશે. ખાસ વાત છે કે સુષ્મિતા સેનની પુત્રીઓ સાથે પણ રોહમનની બોન્ડિંગ સારી છે.