Adipurush કરતા તો AI એ સારી રીતે તૈયાર કર્યા રામાયણના આ પાત્રો, Photos થઈ ગયા વાયરલ, તમે પણ જુઓ

Adipurush AI Characters: આદિપુરુષ ફિલ્મના લીડ કલાકારો પ્રભાસ અને કૃતિ સેનનને સિનેપ્રેમીઓ અને આલોચકો તરફથી મિક્સ પ્રતિક્રિયાઓ મળી રહી છે. ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટર્સ, ડાયોગ્સ, અને કેરેક્ટર્સ પર અનેક સવાલ ઉઠ્યા છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ આ કેરેક્ટર્સને ખુબ જ સરસ રીતે તૈયાર કર્યા છે જેને લોકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે. 
 

આદિપુરુષના કેરેક્ટર્સ પર ઉઠ્યા સવાલ

1/6
image

આદિપુરુષ ફિલ્મના કેરેક્ટર્સ પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ફિલ્મને ટીકાઓનો સામનો કરવો પડી રહ્ય છે. ખાસ કરીને સૈફ અલી ખાન દ્વારા નિભાવવામાં આવેલા રાવણના ચિત્રણની ટીકા થઈ રહી છે. અનેક લોકોએ તેની દાઢી, આધુનિક વાળ શૈલી, અને આકર્ષક કવચ પર નિરાશા વ્યક્ત કરી છે. 

રાવણ તરીકે સૈફ

2/6
image

વિવાદ વચ્ચે શાહિદ નામના એક એઆઈ કલાકારે તસવીરોની એક શ્રેણી બનાવી જેણે એઆઈના ઉપયોગથી સૈફને રાવણમાં ફેરવ્યો અને પરિણામોએ મહત્વપૂર્ણ ધ્યાન આકર્ષિત કર્યું. કલાકારે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું કે રાવણ સ્વરૂપમાં સૈફ અલી ખાનની ફરીથી કલ્પના.

માતા સીતાને આ રીતે બતાવ્યા

3/6
image

એઆઈ કલાકાર શાહિદે કૃતિ સેનના ચહેરાને વધુ આકર્ષક કરતા માતા સીતાને ખુબ જ સુંદર સ્વરૂપ આપ્યું. લોકોએ તસવીરને જોયા બાદ એઆઈ તસવીરને વધુ પસંદ કરી. 

લક્ષ્મણજીને આ રીતે દર્શાવ્યા

4/6
image

ફિલ્મમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણ તરીકે સની સિંહ નિજ્જરને દેખાડવામાં આવ્યો. પરંતુ ટ્રેલરથી લઈને ફિલ્મ સુધી કોઈ પણ પરિવેશમાં લક્ષ્મણના કેરેક્ટરે કોઈ છાપ છોડી નથી. ન તો સનીનો વધુ ઉલ્લેખ કરાયો. 

ભગવાન હનુમાનને સંપૂર્ણ બદલી નાખ્યા

5/6
image

આદિપુરુષમાં ભગવાન હનુમાનના પાત્રને નિભાવનારા દેવદત્ત નાગેને લોકોએ ખુબ ઓછા પસંદ કર્યા. લોકોની આશા તેના કરતા ઘણી વધુ હતી. જો કે આ પાત્રની પણ એઆઈ  તસવીર સામે આવી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.   

રાવણના 10 માથાવાળી તસવીર વાયરલ

6/6
image

રાવણ તરીકે સૈફ અલી ખાનની એઆઈ તસવીર પર યૂઝર્સની અનેક કમેન્ટ્સ આવી રહી છે. અનેક લોકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આદિપુરુષમાં ઓમ રાઉતના ચિત્રણની સરખામણીમાં રાવણનું આ વર્ઝન ઘણું આકર્ષક છે.