Photos : સાપુતારામાં ફરી અકસ્માત, બસની આવી હાલત જોઈને તમે વિશ્વાસ નહિ કરી શકો કે શું થયું હશે

સાપુતારાની ગિરીમાળાઓ અકસ્માતનો ઝોન બની ગઈ છે. પર્વતમાળાના સાંકડા રસ્તામાં છાશવારે અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે સાપુતારાના ઘાટમાં વધુ એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

સ્નેહલ પટેલ/ડાંગ :સાપુતારાની ગિરીમાળાઓ અકસ્માતનો ઝોન બની ગઈ છે. પર્વતમાળાના સાંકડા રસ્તામાં છાશવારે અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે સાપુતારાના ઘાટમાં વધુ એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

1/3
image

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત થી સાપુતારા પ્રવાસે જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સાપુતારા ઘાટમાં યુ ટર્ન પાસે બસ રિવર્સમાં નીચે ઉતરી ગઈ હતી. બસ, એટલી નીચે ઉતરી ગઈ હતી, કે અડધી બેવળ વળી ગઈ હોય. રિવર્સમાં જતી બસ નીચે પડતા સમયે વચ્ચે જ અટકી ગઈ હતી. જેથી મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા, અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

2/3
image

સમયસર મુસાફરો નીચે ઉતરી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો બીજી તરફ, ગાડી વ્યવસ્થિત હાંકી ન શકેલા ચાલક પર લોકોએ રોષ ઠાલવ્યો હતો. તેથી મુસાફરોનો ગુસ્સો જોતા ચાલક ફરાર થઈ ગયો હતો.

3/3
image

આ ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ તથા અન્ય ગાડીના ચાલકોએ મુસાફરોને ફસાયેલી બસમાંથી બહાર કાઢવા મદદ કરી હતી.