લગાનના શુટિંગ સમયે બનેલા મિત્રનું નિધન થતાં કચ્છ આવ્યા આમિર ખાન, પરિવારને આપી સાંત્વના

Actor Aamir Khan Arrives In Bhuj : મિત્રતા નિભાવવા કચ્છના ભુજ પહોંચ્યા દિગ્ગજ અભિનેતા આમિર ખાન. કોટાયમાં યુવા ઉદ્યોગપતિના બેસણામાં હાજરી આપી, પરિવાર સાથે લગાન ફિલ્મના સમયથી છે પારિવારિક સંબંધ

1/7
image

ફિલ્મ અભિનેતા આમીર ખાન આજે કચ્છની મુલાકાતે આવલ્યા હતા. તેઓ ભુજ તાલુકાના કોટાય ગામમાં એક બેસણામાં હાજરી આપવા પહોચ્યા હતા. કોટાય ગામના આહિર યુવાન મહાવીર ધનજી ચાડનું તાજેતરમાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી પરિવારને સાંત્વના આપવા આમિર ખાન આવી પહોંચ્યા હતા. 

2/7
image

અકસ્માતમાં મહાવીર ચાડનું મોત થયું હતું, જેમના બેસણામાં હાજરી આપીને આમિર ખાને પરિવારને સાંત્વના આપી હતી.   

3/7
image

લગાન ફિલ્મના શુટિંગ સમયે આમિર ખાન ટીમ સાથે અહી રોકાયા હતા. આ વિસ્તારમા આમીર ખાન લાંબા સમય શુટીંગ માટે રોકાયા હતા. લગાન ફિલ્મના શૂટિંગ સમયે મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સબંધ થયા હતા. મહાવીર ચાડના કાકાએ લગાન ફિલ્મ માટે મહેનત કરી હતી.

4/7
image

વર્ષ 2001 માં રિલીઝ થયેલ ફિલ્મ લગાન કે જેનું શૂટિંગ કચ્છના કુનરિયા ગામમાં થયું હતું અને કચ્છના જુદાં જુદાં લોકોને ફિલ્મમાં અભિનયમાં કામ મળ્યુ હતું. લગાન ફિલ્મના શૂટિંગ સમયે મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સબંધ થયા હતા. તેથી બે દાયકા જુના પારિવારિક સંબંધ નિભાવવા આમીર ખાન ભૂજ આવી પહોંચ્યા હતા. 

5/7
image

6/7
image

7/7
image