માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં એક પોણા ત્રણ વર્ષનું બાળક ચાવી ગળી ગયું

1/4
image

નાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. બાળક શું કરી રહ્યું છે તેના પર ધ્યાન ન રાખો તો માતા-પિતાએ મુશ્કેલીમાં મુકાવું પડી શકે છે. ઘણીવાર એક નાની ભૂલ ખુબ મોટી સમસ્યા ઉભી કરી દેતી હોય છે. 

2/4
image

અમદાવાદમાં એક આવી ઘટના બની છે. બે વર્ષ, 9 મહિનાનું બાળક રમતાં-રમતાં ચાવી ગળી ગયું હતું. ત્યારબાદ બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. 

3/4
image

ડોક્ટર આશય શાહએ દૂરબીનની મદદથી બાળકના શરીરમાંથી ચાવી બહાર કાઢી હતી.   

4/4
image

દૂરબીનની મદદથી ચાવી બહાર કઢાતા કોઈ ઓપરેશનની જરૂર પડી નહીં. પરંતુ આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. તમારૂ બાળક કઈ વસ્તુથી રમી રહ્યું છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.