અંબાલાલની આ આગાહીથી ઉડી જશે વર્લ્ડકપ આયોજકોના હોંશ! અમદાવાદમાં રમાનારી ફાઈનલનો થશે ફિયાસ્કો?

Ambalal Patel Forecast:  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ ચૂકી છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક તરફ નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું છે. તો બીજી બાજુ ડાયવર્ઝન બંધ થતાં અનેક ગામમાં પ્રવેશવાનો માર્ગ બંધ થઈ ચુક્યો છે. જેના કારણે જીવના જોખમે રસ્તો પાર કરવા લોકો મજબૂર થયા છે. ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની ધોધમાર બેટિંગ ચાલી રહી છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અમદાવાદમાં યોજાનાર વર્લ્ડકપ ફાઇનલને લઈને એક ભયાનક આગાહી કરી છે.

IPL ફાઇનલમાં પણ વરસાદ બન્યો હતો વિલન

1/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગાઉ IPL 2023ની ફાઇનલ જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, ત્યારે પણ આગાહી કરી હતી કે આ દિવસે વરસાદ વિધ્ન બનશે, અને ભાગ્યવશ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારબાદ IPLની ફાઇનલ મેચની ઓવર ઘટાડીને વરસાદને કારણે બીજે  દિવસે રમાડવામાં આવી હતી. જણાવી દઈએ કે IPL 2023ની એ ફાઇનલ મેચ ચેન્નઈ સુપરકિંગ્સે જીતી હતી. 

2/6
image

વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અત્યારથી IPL 2023ની ફાઈનલની જેમ 18થી 20 નવેમ્બરે ગુજરાતમાં એક ચક્રવાતની આગાહી કરી છે? જેના કારણે ક્રિકેટ રસિયાઓની ચિંતા વધી ગઈ છે. બીજી બાજુ અંબાલાલની આગાહી આઈપીએલની ફાઈનલની જેમ વર્લ્ડકપની ફાઈનલમાં વાવઝોડું અને મોસમનો મિજાજ કેવો રહેશે તે જોવું રહ્યું.

3/6
image

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી હતી. અંબાલાલ પટેલે કહ્યું હતું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે અને બન્યું પણ એવું જ... ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળ્યા. 

18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા

4/6
image

અંબાલાલ પટેલે અગાઉ જ ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવઝોડાની શક્યતા દર્શાવી છે. એટલે કે નવરાત્રિ અને દિવાળીના સમયે કોઈ મીની વાવાઝોડું કે કમોસમી વરસાદ ખાબકી શકે છે. એટલે અંબાલાલે 5 ઓક્ટોબરે દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની અને 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે કરંટ રહેવાની આગાહી કરી છે, સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે. 

5/6
image

અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.

વર્લ્ડકપ ફાઇનલ પર સંકટના વાદળ!

6/6
image

આ વર્ષે ભારત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબર 2023થી શરૂ થશે અને આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે. જેમાં 10 ટીમો ભાગ લેવાની છે. હવે વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમડવાની છે, ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે, એવામાં જોવાનું રહ્યું કે વર્લ્ડકપ ફાઇનલના દિવસે મોસમનો મિજાજ કેવો રહેશે?