90ના દાયકાની આ 5 સુપરહિટ અભિનેત્રી, હવે કેવી દેખાઈ છે? જુઓ Photos

બોલીવુડ (Bollywood)માટે 90ના દાયકામાં સૌથી સ્વર્ણિમ સમયમાંથી એક રહ્યો છે. આ સમયની ફિલ્મોના ગીત આજે પણ લોકો સાંભળે છે. એક તરફ આ દાયકાના ઘણા અભિનેતા આજે પણ ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે તો ત્યારના સમયની અભિનેત્રીએ ગાયબ થઈ ગઈ છે. તો આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યાં છીએ, જે હવે સામાન્ય જિંદગી જીવી રહી છે. જુઓ ફોટો...
 

1/5
image

મીનાક્ષી શેષાદ્રિ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. તેણે હિન્દી, તમિલ, તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું. 59 વર્ષીય અભિનેત્રી ફિલ્મોથી હવે દૂર છે. તે પરિવારની સાથે સમય પસાર કરે છે. તેણે સની દેઓલ, અનિલ કપૂર, જૈકી શ્રોફની સાથે પણ કામ કર્યું છે. મીનાક્ષીનો લુક એટલો બદલાઈ ગયો છે કે તમે તેને જોઈને ઓળખી પણ ન શકો.

 

 

2/5
image

ફરાહ નાઝે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડમાં તેની એન્ટ્રી યશ ચોપરાની ફિલ્મથી થઈ હતી. પછી અચાનક તેણે લગ્ન કરી લીધા અને લગ્ન પછી તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધી. બિંદુ દારા સિંહ પછી તેણે અભિનેતા સુમીત સહગલ સાથે લગ્ન કર્યા. તેનો લુક હવે ઘણો બદલાઈ ગયો છે. તેણે રાજેશ ખન્ના, ઋષિ કપૂર, સંજય દત્ત, સની દેઓલ, અનિલ કપૂર સાથે પણ કામ કર્યું છે.

3/5
image

આયશા જુલ્કા નામથી તો નહીં પરંતુ ચહેરો દેખાડવામાં આવે તો કોઈ ન ભૂલી શકે. તેણે 1992માં ખેલાડી અને જો જીતા વહી સિકંદર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તે વધુ લાંબી ઈનિંગ ન રમી શકી.

 

 

4/5
image

મમતા કુલકર્ણી સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. તેણે વક્ત હમારા હૈ, અને કરણ અર્જુન જેવી ફિલ્મોમાં કામ કર્યું. કહેવામાં આવે છે કે નશાને કારણે તેનું કરિયર બરબાદ થઈ ગયું. તે મનોરંજનની દુનિયાથી દૂર થઈ ગઈ.

 

 

5/5
image

1990 માં આશિકી ફિલ્મથી બધાને પાગલ કરી દેનારી અભિનેત્રી અચાનક ધીમે-ધીમે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. તેની સાથે એક દુર્ઘટના થઈ હતી, ત્યારબાદ તેના જીવનમાં મોટું પરિવર્તન આવી ગયું.