81 વર્ષની દાદીએ 35 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન, હવે આ કારણથી છે પરેશાન

બ્રિટેનની 81 વર્ષની મહિલાએ 35 વર્ષના યુવક સાથે લગ્ન કરી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ અનોખા લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. કપલની તસ્વીરો પણ ખુબ જ વાયરલ થઈ રહી છે. જો કે, હવે આ જોડીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

46 વર્ષ નાના યુવક સાથે કર્યા લગ્ન

1/7
image

તેમને જણાવી દઇએ કે, હાલમાં જ 81 વર્ષની બ્રિટિશ મહિલા Irish Jonesએ તેનાથી 46 વર્ષ નાના 35 વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા છે. આ શખ્સ ઈજિપ્ત (Egypt)નો રહેવાસી છે અને તેનું નામ મોહમ્મદ છે.

આવી આ મુશ્કેલી

2/7
image

જો કે, લગ્નના થોડા સમય બાદ આ અનોખી જોડી સામે પહાડ જેવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.

રડી-રડીને દિવસ પસાર કરી રહી છે મહિલા

3/7
image

મહિલાના પતિને બ્રિટન આવવા માટે વીઝા મળવામાં વિલંબ થઈ રહ્યો છે.

મહિલાને સતાવી રહ્યો છે આ ડર

4/7
image

આ વચ્ચે 81 વર્ષીય જોન્સને આ ડર સતાવી રહ્યો છે કે, વધારે ઉંમર હોવાના કારણે પતિને મળ્યા પહેલા તેનું મૃત્યુ ન થઈ જાય.

પતિની સાથે નથી રહી શકતી

5/7
image

મહિલા પોતે ઈજિપ્તમાં રહેવા નથી ઈચ્છતી કેમ કે, ત્યાંનું વાતાવરણ તેના સ્વાસ્થ્ય માટે અનુકુળ નથી.

ફેસબુક પર થઈ હતી મુલાકાત

6/7
image

Daily Mailના રિપોર્ટ અનુસાર બ્રિટનના વેસ્ટનની રહેવાસી જોન્સ, તેનાથી 46 વર્ષ નાના મોહમ્મદ અહમદને ગત વર્ષ એક ફેસબુક ગ્રુપમાં મળી હતી. ત્યારબાદ તેઓએ ઇજિપ્ત જઈ મોહમ્મદ સાથે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા.

આ વાતનો ઇન્તેજાર

7/7
image

Metro.co.uk સાથે વાતચીતમાં જોન્સે કહ્યું કે, તેણે ઘણા દિવોસ રડી રડીને પસાર કર્યા છે. જોન્સનું  કહેવું છે કે, ઉંમર તેમનો સાથ આપી રહી નથી. તે આવતીકાલે પણ મરી શકે છે. દરેક દિવસ કિંમતી છે. તેમણે કહ્યું- આ ઉંમરમાં પતિનો સાથ ના મળવો ખૂબ જ ખરાબ છે.