અંદરથી કેવું દેખાય છે મુકેશ અંબાણીનું ઘર! 6 લોકો માટે 600 નોકર, જુઓ 16000 કરોડના ઘરની અંદરની તસવીરો
Most Expensive House: વિશ્વના સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી તો બધા વાકેફ છો. અંબાણી પરિવારના ભવ્ય ફંક્શન દરમિયાન એન્ટિલિયા હંમેશા ચર્ચામાં રહ્યું હતું. અનોખા નામના આ ઘરને દેશના સૌથી મોંઘા ઘરનો દરજ્જો મળ્યો છે.
Mukesh Ambani Home Antilia Hidden Facts: વિશ્વના સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી વાકેફ તો હશો. અંબાણી પરિવારના ભવ્ય ફંક્શન દરમિયાન એન્ટિલિયા હંમેશા ચર્ચામાં રહે છે. અનોખા નામના આ ઘરને દેશના સૌથી મોંઘા ઘરનો દરજ્જો મળ્યો છે. એટલું જ નહીં, તે વિશ્વની સૌથી ઊંચી સિંગલ ફેમિલી બિલ્ડિંગ છે.
નામ એન્ટિલિયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી લક્ઝરી લાઈફ જીવે છે. તેમનું ઘર એન્ટિલિયા ઘણી રીતે ખાસ છે. આ 27 માળની ઈમારત વિશે ઘણી એવી બાબતો છે જે લોકો જાણતા નથી.
કોઈ રાજમહેલથી ઓછું નથી
અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ શાહી મહેલથી ઓછું નથી. આજે અમે તમને એન્ટિલિયાની અંદરની કેટલીક ખાસ તસવીરો અને તેનાથી સંબંધિત કેટલાક તથ્યો જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ.
મુકેશ અને નીતા અંબાણીનું ઘર
મુકેશ અને નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા દેશના સૌથી ચર્ચિત ઘરોમાંનું એક છે. દક્ષિણ મુંબઈમાં સ્થિત એન્ટિલિયાને અમેરિકન આર્કિટેક્ચર ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
બીજી સૌથી મોંઘી રહેણાંક મિલકત
એન્ટિલિયા વિશ્વની બીજી સૌથી મોંઘી રહેણાંક પ્રોપર્ટી તરીકે જાણીતી છે. એન્ટિલિયા એ વિશ્વની સૌથી ઊંચી સિંગલ ફેમિલી બિલ્ડિંગ છે.
27 માળનું છે એન્ટિલિયા
સૌથી મહત્વની વાત એ છે કે એન્ટિલિયામાં 27 માળ છે, દરેક ફ્લોરને વધારાની ઊંચાઈ રાખવામાં આવી છે. જે આ બિલ્ડિંગને 60 માળની ઈમારત જેટલી ઊંચી બનાવે છે.
ત્રણ હેલિપેડ છે..
એન્ટિલિયા 8 રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એન્ટિલિયાની અંદર ત્રણ હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે.
6 માળ પાર્કિંગ
એન્ટિલિયાના નીચેના શરૂઆતી 6 માળ પાર્કિંગ માટે છે, જેમાં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ બનાવવામાં આવ્યો છે અને તેની ઉપર આઉટડોર ગાર્ડન બનાવવામાં આવ્યો છે.
આઈસ્ક્રીમ પાર્લર
અંબાણી પરિવારના આ લક્ઝરી હાઉસમાં 9 લિફ્ટ છે. ઘરમાં એક સ્પા અને મંદિર પણ છે. આ સિવાય અહીં યોગા સ્ટુડિયો, આઈસ્ક્રીમ પાર્લર છે. ઘરમાં ત્રણથી વધુ ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ છે. તેમાં થિયેટર છે, 80 મહેમાનો માટે જગ્યા છે.
ઘરની અંદરથી દરિયાનો ખુબસુરત નજારો
ઘરની અંદરથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. એન્ટિલિયાના લિવિંગ રૂમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે કુદરતી પ્રકાશ અહીં ખૂબ જ સારો લુક આપે છે.
આઈસ્ક્રીમ પાર્લર, અને સ્નો રૂમ પણ..
ઘરમાં સેલિબ્રેશન માટે એક અલગ હોલ છે આ હોલમાં સેંકડો મહેમાનોની ક્ષમતા છે. 40,000 ચોરસ ફૂટમાં બનેલ એન્ટિલિયામાં એક ઓપન પાર્ક, બગીચો, આઈસ્ક્રીમ પાર્લર અને સ્નો રૂમ પણ છે.
600 થી વધુ કર્મચારીઓ
એન્ટિલિયામાં 600થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જ્યારે ઘરની સુરક્ષા માટે 250 સુરક્ષાકર્મીઓ તૈનાત છે.
કમળ અને સૂર્ય થીમ
એન્ટિલિયાનું નામ Ante-llah આઈલેન્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેની શોધ 15મી સદીમાં થઈ હતી. ઘરને કમળ અને સૂર્યની થીમ ડિઝાઇન પર ડિઝાઇન કરવામાં આવ્યું છે.
6000 કરોડ રૂપિયા
ઘર બનાવતા 4 વર્ષ લાગ્યો હતો. ઘરમાં ગૃહ પ્રવેશ માટે 10 દિવસ સુધી પૂજા ચાલુ હતી. દેશના વિવિધ ભાગોમાંથી પંડિતો આવ્યા હતા. વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંના એક એન્ટિલિયાની કિંમત અંદાજે 16000 કરોડ રૂપિયા છે, જે સમયની સાથે વધી રહી છે.
Trending Photos