Heart Attack આવે તે પહેલાં શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણ, બિલકુલ ઇગ્નોર કરશો નહી

heart attack symptoms: આજકાલ લોકોને ખૂબ નાની ઉંમરમાં પણ મોટી મોટી બિમારીઓ થઇ રહી છે. હાર્ટ એટેક એક જીવલેણ બિમારી છે જે ઘણા લોકોને છે અને તેનો સામનો પણ કરે છે. આ જીવલેણ બિમારીઓથી બચવા માટે હંમેશા હેલ્ધી વસ્તુઓને જ ખાવી જોઇએ. હાર્ટ એટેક આવે તે પહેલાં શરીરમાં ઘણા બધા લક્ષણ જોવા મળે છે, જે ઘણા લોકો ઇગ્નોર કરે છે. 

પગમાં સોજો

1/5
image

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે કેટલાક લોકો આ વાતોને નજરઅંદાજ કરે છે જેના કારણે બીમારી વધી જાય છે. દરરોજ તમારા પગમાં સોજો આવવો આની નિશાની હોઈ શકે છે.

શ્વાસ સંબંધિત લક્ષણો

2/5
image

હાર્ટ એટેકના દર્દીઓમાં તમે ઘણા લક્ષણો જોઈ શકો છો. તમે શ્વસન સંબંધી લક્ષણો પણ જોઈ શકો છો. શ્વાસ લેવામાં તકલીફ, આ બધી સમસ્યાઓ દેખાવા લાગે છે.

વારંવાર ચક્કર આવવા

3/5
image

જો તમને વારંવાર ચક્કર આવે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે કોઈ રોગ થવાનો ખતરો છે. હાર્ટ એટેકના થોડાક મિનિટો કે મહિનાઓ પહેલા તમને આ સમસ્યા થતી રહે છે.

કાન સંબંધિત સમસ્યા

4/5
image

હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણોમાં તમને કાન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. તમે કાનમાં ખૂબ જ ભારેપણું અનુભવો છો, જેને તમારે ક્યારેય અવગણવું જોઈએ નહીં.

હૃદયના ધબકારામાં ફેરફાર

5/5
image

હાર્ટ એટેક વિવિધ પ્રકારના હોઈ શકે છે, પરંતુ તે આવતા પહેલા શરીરને ઘણા સંકેતો આપે છે. જો તમે થોડા સમય માટે તમારા ધબકારા માં ફેરફાર જોતા હોવ તો તમારે સાવધાન રહેવું જોઈએ.