કોઈ 5612 કરોડ તો કોઈ 172859 કરોડના માલિક, ભારતમાં આ 5 લોકોએ શેરબજારમાંથી કરી અતૂટ કમાણી

ભારતમાં એવા ઘણા અબજોપતિ છે જેણે શેર બજારમાં ઓછા રોકાણથી શરૂઆત કરી અને આજે એક સામ્રાજ્ય બનાવી ચૂક્યા છે. આજે અમે તેવા પાંચ ભારતીય અબજોપતિઓ વિશે જણાવીશું જેણે શૂન્યથી શરૂઆત કરી અને શેર બજારની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

1/5
image

દિગ્ગજ ઉદ્યોગપતિ રાધાકિશન દામાણીને ભારતના રિટેલ કિંગના રૂપમાં ઓળખવામાં આવે છે. માર્ચ 2017માં ડી-માર્ટની મૂળ કંપની એવેન્યુ સુપરમાર્ટ્સના આઈપીઓ બાદ તેમની સંપત્તિ આસમાને પહોંચી છે. શેર માર્કેટમાં દામાણીના રોકાણમાં VST ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયા સીમેન્ટ્સ સામેલ છે. વર્તમાનમાં રાધાકિશન દામાણીની નેટવર્થ લગભગ 1,75,859 કરોડ છે.

 

2/5
image

દિવંગત દિગ્ગજ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા ભારતના લીડિંગ મહિલા ઈન્વેસ્ટરોમાંથી એક છે. તેમના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ટાઈટન, ટાટા મોટર્સ, મેટ્રો બ્રાન્ડ્સ, કેનરા બેન્ક અને એનસીસી સામેલ છે. તેમણે પતિની સાથે Rare Enterprises સંભાળી છે.  Rare Enterprises એક સ્ટોક ટ્રેડિંગ ફર્મ છે. રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 69178 કરોડ રૂપિયા છે. 

 

3/5
image

મુંબઈના હેમેન્દ્ર કોઠારી પણ શેર માર્કેટના અનુભવ માટે જાણીતા છે. તેમની કુલ સંપત્તિ લગભગ 13331 કરોડ રૂપિયા છે. હેમેન્દ્રનું અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સ, સોનાટા સોફ્ટવેર, વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ અને ઈઆઈએચ એસોસિએટેડ હોટલ્સમાં ઈન્વેસ્ટમેન્ટ છે.

4/5
image

મોતીલાલ ઓસવાલ ગ્રુપના કો-ફાઉન્ડર રામદેવ અગ્રવાલ છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ભારતના સ્ટોક માર્કેટમાં એક દિગ્ગજ ઈન્વેસ્ટર છે. રામદેવ પોતાના લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે જાણીતા છે. તેમના પોર્ટફોલિયોમાં મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ અને ભારત વાયર રોપ્સ સહિતની અન્ય કંપનીઓ સામેલ છે.   

5/5
image

Enam ના કો-ફાઉન્ડર માનેક ભણશાલીનો પુત્ર આકાશ ભણશાલી શેર માર્કેટના દિગ્ગજોમાં સામેલ છે. તેમની પાસે 21 અલગ-અલગ કંપનીઓના શેર છે. તેમની કુલ સંપત્તિ 5612 કરોડ રૂપિયા છે. તેમના પોર્ટફોલિયોમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, પરાગ મિલ્ક ફૂડ્સ, આઈડીએફસી, વેલસ્પન કોર્પ અને શિલ્પા મેડિકેયર સામેલ છે.