MEGA BUDGET FILM: મલ્ટીપ્લેક્સમાં ફરી મચશે ધૂમ, કરોડો રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે આદિત્ય ચોપડાની 5 ફિલ્મ

હિન્દી ફિલ્મોના ખૂબ સફળ નિર્માતા આદિત્ય ચોપડાની હાલ યશરાજ બેનર હેઠળ ઘણી સારી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. આમાંથી કેટલીક ફિલ્મો બનીને તૈયાર છે તો કેટલીક ફિલ્મોનું ઝડપથી શુટિંગ શરૂ થશે. આ તમામ ફિલ્મોમાં 5 મેગા બજેટ ફિલ્મ છે જેને જોવા માટે દર્શકો અત્યારથી ઉત્સાહિત છે.

કોરોના મહામારીમાં મલ્ટીપ્લેક્સ બે વર્ષથી બંધ હાલતમાં છે. ગત વર્ષે લૉકડાઉનના કારણે મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર્સ બંધ રહ્યા. મોટાભાગની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ.... વર્ષ 2021માં ધીમે ધીમે મલ્ટીપ્લેક્સ ખુલ્યા તેવામાં કેસ વધતા ફરી સિનેમાને ગ્રહણ લાગ્યું. હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યુ છે. સલમાન ખાનની ફિલ્મ 'રાધે'નો પણ મલ્ટીપ્લેક્સ માલિકોને ફાયદો નહીં થયો.  તેવામાં માનવામાં આવી રહ્યુ છે કે કોરોનાના સંક્રમણમાં ઘટાડો બાદ નિર્માતા આદિત્ય ચોપરા YRFના બેનર હેઠળ 5 મેગા બજેટ ફિલ્મ લાવવાની તૈયારીમાં છે. આ બિગ બજેટ ફિલ્મોથી સિનેમાઘર માલિકો અને ડિસ્ટ્રીબ્યુટર્સને મોટી રાહત મળશે... જાણો કઈ છે આ 5 ફિલ્મો

1. પૃથ્વીરાજ

1/5
image

અક્ષયકુમાર અને માનુષી છિલ્લર સ્ટારર 'પૃથ્વીરાજ'  રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ રાજસ્થાનના શૂરવીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ પર છે. અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં જોવા મળશે. ફિલ્મને આદિત્ય ચોપરાએ ખૂબ મોટા સ્તર પર શૂટ કરી છે.

2. શમશેરા

2/5
image

રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર શમશેરા પણ બનીને તૈયાર છે. આ એક પિરીયડ ડ્રામા મૂવી છે. આ ફિલ્મમાં સંજય દત્ત ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.

3. પઠાણ

3/5
image

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જહોન અબ્રાહમ સ્ટારર પઠાણનું શુટિંગ થોડા દિવસ પહેલા શરૂ થયું છે. આ એકશન ફિલ્મનું શુટિંગ જુદા જુદા દેશોમાં હશે. પઠાણમાં શાહરૂખ ખાન જાસૂસની ભૂમિકામાં જોવા મળશે

4. અજય દેવગનની સુપરહિરો ફિલ્મ

4/5
image

બોલિવૂડના સિંઘમ અજય દેવગન પણ યશરાજની ફિલ્મમાં જોવા મળશે.  અજય દેવગને સુપરહિરો પર બનનારી ફિલ્મ સાઈન કરીને આદિત્ય ચોપડા સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. કહેવાય છે કે આ ફિલ્મમાં અજય દેવગન ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અહાન પાંડે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

5. ટાઈગર-3

5/5
image

સલમાન ખાનની સુપરહિટ સિરીઝ ટાઈગર-3 પણ બિગ બજેટ ફિલ્મ રહેશે. ટાઈગર-3 માટે સેટ તૈયાર કરવામાં આવ્યો છે. તાઉતે વાવાઝોડાના કારણે સેટને નુકસાન થયુ હતું. ફરી સલમાન-કેટરિનાની સુપરહિટ જોડી જોવા મળશે.