Maa Saraswati Temples: આ છે ભારતમાં આવેલા માં સરસ્વતીના 5 મુખ્ય મંદિર, વસંત પંચમી પર ઘરે બેઠા કરો દર્શન
Maa Saraswati Temples: આજે 14મી ફેબ્રુઆરી અને બુધવારે દેશભરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન પ્રાપ્તિના આશીર્વાદ માંગવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ત્યારે આજે આ ખાસ પર્વ પર દેશમાં આવેલા માતા સરસ્વતીના મુખ્ય મંદિરો વિશે જણાવીએ.
જ્ઞાન સરસ્વતી મંદિર, તેલંગાણા
તેલંગાણામાં ગોદાવરી નદીના કિનારે આ સરસ્વતી મંદિર આવેલું છે. આ મંદિરમાં બાળકોને અક્ષરા અભ્યાસમ નામના શિક્ષણ સમારોહ માટે લાવવામાં આવે છે. કથાઓ અનુસાર આ મંદિર રાજા બિજિયાલુડ્ડુ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
શ્રી શારદા દેવી મંદિર, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં સરસ્વતી માતાનું શ્રી શારદા દેવી મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીન છે. વસંત પંચમી નિમિત્તે અહીં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શારદા દેવી મંદિર એક પહાડી પર આવેલું છે, અહીં પહોંચવા માટે લગભગ 1 હજારથી વધુ સીડીઓ ચઢવી પડે છે. અહીં ભક્તો માટે રોપ-વેની પણ સુવિધા છે.
પનાચિક્કડુ મંદિર, કેરળ
પનાચિક્કડુ મંદિર કેરળના કોટ્ટયમ જિલ્લામાં આવેલું છે. દેવી સરસ્વતીનું સૌથી વિશેષ મંદિર માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં અહીં ભવ્ય સમારોહ કરવામાં આવે છે.
સરસ્વતી મંદિર, રાજસ્થાન
રાજસ્થાનના પુષ્કરમાં આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં હજારો ભક્તો આવે છે. વસંત પંચમી પર આ મંદિરમાં ભારે રોનક જોવા મળે છે. મંદિરમાં હવન, યજ્ઞ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
શ્રી શ્રૃંગેરી શારદામ્બા મંદિર, કર્ણાટક
માતા સરસ્વતીનું આ મંદિર કર્ણાટકના શ્રૃંગેરીમાં આવેલું છે. આ મંદિર 8મી સદીનું હોવાનું કહેવાય છે. આ મંદિરની સ્થાપના શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ચંદનની મૂર્તિ સ્થાપિત છે.
Trending Photos